Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કોરોનાની રસી ફ્રીમાં આપવી એ સરકારની જવાબદારી : એમાં સરકાર કંઈ જ નવું કરતી નથી: અર્જુન મોઢવાડીયા

પોલિયો અને શીતળા જેવા રોગ માટે ફ્રીમાં વેક્સીન આપી હતી પરંતુ કોંગ્રેસે ક્યારેય આવી કોઈ જાહેરાત કરી નથી

વલસાડ: કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર માટે આવેલા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, કોરોનાની રસી ફ્રીમાં આપવી એ ભારત સરકારની જવાબદારી છે. એમાં સરકાર કંઈ જ નવું કરતી નથી. કોંગ્રેસે પણ તેના સમયમાં પોલિયો અને શીતળા જેવા રોગ માટે ફ્રીમાં વેક્સીન આપી હતી પરંતુ કોંગ્રેસે ક્યારેય આવી કોઈ જાહેરાત કરી નથી.

ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેના ઘોષણા પત્રમાં રાજ્યના તમામ લોકોને કોરોનાની વેક્સીન ફ્રીમાં આપવાનો વાયદો કર્યો છે. ત્યારે આ બાબતે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કોંગ્રેસે પોલિયો અને શીતળા જેવા રોગોને નાબુદ કરવા રાજ્યમાં અનેક લોકોને ફ્રીમાં રસી પૂરી પાડી છે. તેમ છતાં કોંગ્રેસે ક્યારેય આ પ્રકારની કોઈ જાહેરાત કરી નથી. .

(9:47 pm IST)