Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

નર્મદા યોજનાની કેનાલના બાકી રહી ગયેલા કામો ઝડપથી પૂર્ણ કરાશે : નીતિનભાઇ પટેલ

કોંગી ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પુછેલા પ્રશ્નોના જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી : સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પીંગ સ્ટેશન નં. ૧ થી પ ની ફેઝ-૩ અને ૪ અંતર્ગત વિસ્તરણની કામગીરી પૂરજોશમાં

(અશ્વીન વ્યાસ) ગાંધીનગરઃ રાજયની  જીવાદોરી સમાન નર્મદા યોજના પાછળ થયેલ ખર્ચ બાબતે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાના પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે આ યોજના પાછળ વર્ષ ર૦૧પ-ર૦૧૬ અને ર૦૧૭ દરમ્યાન અનુક્રમે રૂ. ૩૭૨૮.૯૩ કરોડ, ૩.પ૩૪ર.૪ર, અને રૂ.પ૬૩૯ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.

શ્રી રાઠવાના બાકી કામો અંગે પુછેલા પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું  હતુ કે તા.૩૧-૧ર-૧૯ની સ્થિતિએ મુખ્ય ઘણા કામો બાકી છે જેની વિગતો આ મુજબ છે. નહેર માળખાના મુખ્ય નહેરથી પ્ર.શાખા  નહેર સુધી તા.૩૧-૧ર-૧૯ની સ્થિતિએ અંદાજીત રૂ. ૭૧,૭૪૮,૧૯૯ કી.મી. લંબાઇ પૈકી ૬૧,૪૦૯,૮૫૦ કી.મી. લંબાઇમાં કામગીરી પુરી થયેલ છે અને ૧૦,૩૩૮,૩૪૧ કી.મી. લંબાઇ કામો બાકી છે.

સૌરાષ્ટ્ર શાખા નહેર પરના પમ્પીંગ સ્ટેશન નંબર ૧ થી પ ની ફેઝ-૩ અને ૪ અંતર્ગત વિસ્તરણની કામગીરી પ્રગતિ હેઠળ છે.

કચ્છ શાખા નહેર પરના વડોદરા શાખા, સૌરાષ્ટ્ર શાખા નહેર, કચ્છ શાખા નહેર પર કુલ ૮પ.૪૬ મેઘાવોટના લઘુ જળવિદ્યુત મથકોના કામો તા. ૩૧-૧ર-૧૯ની સ્થિતિએ પ્રગતિમાં છે.

તા.૩૧-૧ર-૧૯ની સ્થિતિએ નર્મદા યોજના અન્વયે માઇનોર કેનાલના ૧,પ૭૯.૯૮પ કિ.મી. લંબાઇમાં તેમજ કેનાલની ૮૪૬૦.૪પર કિ.મી. લંબાઇમાં કામો બાકી છે.

આ બાકી કામો બને તેટલા ઝડપથી થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે અને બને તેટલી ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

(4:06 pm IST)