Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજપીપળાના જુના અખાડા પાસે કચરો વિણવાનું કામ કરતા મહિલા- પુરુષની હત્યા થતા પોલીસ તપાસ શરૂ

વર્ષોથી બંધ અખાડૉ અગાઉ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હતો ત્યારે હાલમાં બે હત્યા થતા ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા જુનાકોટ વિસાતર થી આગળ આવેલા જુના અખાડામાં એક મહિલા અને એક પુરુષની હત્યા થતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ના જુનાકોટ આગળ આવેલા જુના અખાડામાં તા.22 જુલાઈ એ સાંજે એક મહિલા અને એક પુરુષ નો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહો મળી આવતા પોલીસ તપાસમાં મરનાર હસમુખભાઇ શંકરભાઇ વસાવા તથા વાંસતીબેન રમેશભાઇ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું બંને મૃતકો પ્લાસ્ટીકનો કચરો વીણવાનું કામ કરતા હોય બન્નેને કોઇ કારણસર કોઇ વ્યક્તિએ માથામાં ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવ્યુ હોવાથી રાજપીપળા પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:34 am IST)