Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

નર્મદા ડેમ થકી મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી બોટને કેવડીયા પોલીસ તથા SRP ગ્રુપની ટીમ ઝડપી પાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતીમા તેમજ સરદાર સરોવર ડેમ આવેલ હોઇ , જે વાઇટલ ઇન્સ્ટોલેશન “ એ કેટેગરીમાં સમાવેશ થતો હોઇ અને તેની સુરક્ષા માટે અને કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા એસઆરપી ટીમ ડેમ સાઇડના પાછળના ભાગે સરકારી બોટમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી એક લાલ કલરની બોટ ઝેર ગામના કિનારા તરફ આવતી હતી ,આ બોટ ઉપર શક જતા તેને બોટ ઉભી રાખવા જણાવતા બોટ ચાલકે બોટ ઉભી રાખેલ નહીં અને ડુંગરા ના કિનારે બોટ ચાલુ મુકી પોલીસને જોઇને નાશી ગયેલ જે બોટના ચાલકે પોતાના કબજાની બોટમાં વિદેશી પરપ્રાંતનો ઇંન્લીશ દારૂના ક્વાટર  કુલ નંગ -૭૫૦ તથા બે મીણીયાના થેલામા વિદેશી પરપ્રાંતનો ક્વાટર નંગ -૬૬૫ મળી કુલ પ્લા.ના ક્વાટર નંગ ૧૪૧૫ જેની કુલ કી.રૂ .૧,૪૧, ૫૦૦ તથા ત્રીજા મીણીયાના થેલામા વિદેશી પરપ્રાંતના ૫૦૦ મીલીના બિયર નંગ -૨૫ જેની કી.રૂ .૨૫૦૦  તથા બોટમાં છુટા વિદેશી પરપ્રાંતનો દારૂ ૭૫૦ મીલી ના પ્લા.ના નંગ -૭ જેની કી.રૂ .૨૮૦૦ તથા બોટની કી.રૂ .૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ જેની કી.રૂ ૫૦૦ લેખે કુલ કી.રૂ .૨,૯૭,૩૦૦  નો મુદ્દામાલ કબ્બે કરી બોટ ચાલક વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(12:32 am IST)