Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરત : શિક્ષણ વિભાગમાં કરોડોની છેતરપિંડી કરનાર વધુ એક આરોપી હાર્દિક પંડ્યા ઝડપાયો : કમિશન લઈને બેન્ક એકાઉન્ટ ની માહિતી આપતો હતો

કરોડોથી વધુ રકમની છેતરપિંડી કરનાર શિક્ષણ વિભાગના હિસાબનીશ ગુન્હામાં સંડોવણી ખુલ્લી : અન્ય બે આરોપીઓના નામ ખુલતા તપાસ શરૂ

સુરત : શિક્ષણ વિભાગમાં કરોડોની છેતરપિંડી કરનાર વધુ એક આરોપી હાર્દિક પંડ્યા ઝડપાયો છે.

શિક્ષણ વિભાગમાં કરોડો રુપિયાની છેતરપિંડી કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ કમિશન લઈ બેંક અકાઉન્ટ પુરા પાડતો હતો. જો કે, 8 કરોડની આ છેતરપિંડી કેસમાં જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

શિક્ષણ વિભાગના હિસાબનીશ રાજેશ રામી દ્વારા 8 કરોડથી વધારે રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જે તમામ ગુનામાં તેની સાથે સંડોવાયેલ આરોપી હાર્દિક પંડ્યાની પણ કારંજ પોલીસે ધરપકડ કરી છે. હિસાબનીશ રાજેશ રામીની પુછપરછ કરતા 197 જેટલા બેંક અકાઉન્ટ સામે આવ્યા હતા. જેમાથી 35 જેટલા બેંક અકાઉન્ટ હાર્દિક પંડ્યાએ આપ્યા હતા. જેમા 1 કરોડથી વધુ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતુ હતુ. જેથી આરોપી હાર્દિકની ધરપકડ કરવામાં આવી છે. છે. જો કે, આ કેસમાં વધુ બે આરોપીઓના નામ સામે આવતા તેઓની સામે હાલ તપાસ શરુ કરવામાં આવી છે.

રાજેશ રામીની ધરપકડ બાદ તેની વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. અગાઉ માંડલ, કારંજ અને હવે દેત્રોજમાં પણ ગુના નોંધાયા છે. એટલે કે રામી એન્ડ કંપની સરકારને 8 કરોડ થી વધુ નો ચુનો ચોપડ્યો છે. જોકે સરકારી અધિકારીની સંડોવણી વિના આટલુ મોટુ કૌભાંડ થવું શક્ય નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું વધુ ખુલાસા થાય છે.

(8:02 pm IST)