Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરતના લીંબાયત વિસ્તારમાં પેટ્રોલ ચોરીના રવાડે ચડેલ ગઠિયાને સીસીટીવીની મદદથી ઝડપવામાં આવ્યો

સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં પેટ્રોલ ચોરીના CCTV સામે આવ્યા છે. જેમાં યુવક ખૂબ જ સિફતપૂર્વક પેટ્રોલ ચોરી કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. બે લબરમુછિયાઓ લોકોની અવરજવર ન હોય અને ગાડી પાર્ક કરી હોય તેવી જગ્યાએથી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ચોરી કરીને સસ્તામાં વેચવાના ગુનાના રવાડે લબરમુછિયા પણ ચડ્યા હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

રાત્રે ગાડી પાર્ક કરીને સૂઈ જતાં લોકોના બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. લિંબાયતના સ્થાનિક મનોહર પાટીલએ કહ્યું કે,અમારા વિસ્તારના CCTVમાં બે યુવાનો પેટ્રોલ ચોરી કરતાં કેદ થયા છે. જેમા એક ગાડીમાંથી બોટલમાં પેટ્રોલ ભરી રહ્યો છે તો અન્ય એક યુવાન કોઈ આવી ન જાય તેના માટેની રેકી કરી રહ્યો છે. યુવક સતત આસપાસના વિસ્તારમાંથી કોઈની અવરજવર થાય તો તેના ઉપર ધ્યાન રાખી રહ્યો છે. બીજો યુવક ગાડીમાંથી પેટ્રોલ ભરી રહ્યો છે. પ્લાસ્ટિકને બોટલમાં પેટ્રોલ ભરાઈ જતા બન્ને યુવકો ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.

પેટ્રોલ લોકોના રોજીંદા જીવન જરૂરિયાતની વસ્તુ છે, પરંતુ કેટલાક લબરમૂછિયો માટે મોજશોખ પૂરા કરવાનું સાધન પૈકીનું એક છે. લબરમુછિયા પાસે ગાડી તો હોય છે. પરંતુ હવે પેટ્રોલ એટલું મોઘુ થઈ ગયું છે કે, ગામમાં કોઈ પણ કારણ વગર રખડપટ્ટી કરતા યુવાનો પાસે પેટ્રોલ પૂરાવવા માટે પૂરતા પૈસા ન હોય તેવી સ્થિતિ ઊભી છે. પેટ્રોલ એટલું મોડું થઈ ગયું છે કે સો રૂપિયામાં તેઓ હવે પોતાનો શોખ પૂરો કરી શકે તેમ નથી. તેના કારણે હવે લબરમૂછિયા પેટ્રોલ ચોરી કરવાના ગુનાના રવાડે ચડી ગયા હોય તેવી આશંકા લિંબાયતના સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.

 

(5:17 pm IST)