Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

વડોદરામાં લગ્નના બે જ મહિનામાં પતિના પર સ્ત્રી સાથેના સંબંધની પરિણીતાને જાણ થઇ જતા પતિએ શારીરિક માનસિક ત્રાસ ગુજારતા ગુનો દાખલ

વડોદરા: શહેરમાંલગ્નના બે માસમાં જ પતિએ અન્ય યુવતી સાથે પોતાને પ્રેમસંબંધ છે તેમ જણાવી પરિણીતાને ત્રાસ આપી દહેજમાં રૃા.૧૦ લાખની માંગણી કરનાર કાયાવરોહણના સાસરિયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.

કરજણ તાલુકાના મીયાંગામ માંગરોલ ખાતે રહેતા મુકેશ નટવરભાઇ ગાંધીની પુત્રી દિવ્યાના લગ્ન ડભોઇ તાલુકાના કાયાવરોહણ ખાતે સ્ટેશનરોડ નજીક તુલજા રેસ્ટોરન્ટ પાસે રહેતા દિપેશ ઘનશ્યામભાઇ ગાંધી સાથે ફેબુ્રઆરી ૨૦૨૦માં થયા હતાં. લગ્નના પ્રથમ બે માસ પતિએ સારી રીતે રાખ્યા બાદ પતિએ ઝઘડા કરવાનું શરૃ કર્યુ હતું. આ અંગે જ્યારે દિવ્યા પતિને કહેતી ત્યારે પતિ એમ કહેતો કે તું મને ગમતી નથી, મારે તો બીજી છોકરી સાથે પ્રેમસંબંધ છે અને મારે તેને લાવવાની છે, તું મને છોડી દે નહી તો તને અને તારા બાપને જાનથી મારી નાંખીશ.

આ અંગે દિવ્યા જ્યારે સાસરિયાને પતિના વ્યવહારની જાણ કરતી તો તેઓ કહેતા કે તેને બીજી ગમતી હોય તો તને શું વાંધો છે?, તું પણ બીજી જગ્યાએ લગ્ન કરી લેજે, એમાં તારું બગડી કશું જવાનું નથી. દિવ્યાએ મારી સાથે આવું વર્તન કેમ કરો છો તેમ પૂછતા સાસરિયાઓ જણાવતા હતા કે તારી સાથ ેઆવું જ વર્તન થશે જો સહન ના થતું હોય તો બાપના ઘેરથી રૃા.૧૦ લાખ લઇ આવ પછી સંબંધ રાખીશું. સાસરિયાના ત્રાસથી કંટાળી જઇ આખરે દિવ્યા પિયરમાં રહેવા માટે જતી રહી હતી.

(5:15 pm IST)