Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરતના કાપોદ્રા કારગિલ ચોક નજીક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપી પોલીસે મહિલા સંચાલક સહીત અન્ય શકુનિઓની ધરપકડ કરી

સુરત: શહેરના કાપોદ્રા કારગીલ ચોક સ્થિત શ્રીનાથજીનગર સોસાયટીમાં એક મકાનના બીજા માળે પતરાના રૂમમાં ચાલતું મહિલાનું જુગારધામ કાપોદ્રા પોલીસે ઝડપી પાડી સંચાલક મહિલા, જુગાર રમતી માતા-પુત્રી સહિત અન્ય 8 મહિલા અને એક યુવાનને ઝડપી પાડી રોકડા રૂ.41,100 કબજે કર્યા હતા. જુગાર રમતી વેળા તમામે મોઢા પર માસ્ક કે ફેસ કવર કર્યા વગર સોશ્યલ ડીસ્ટન્સનો પણ ભંગ કર્યો હોય તે અંગે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગુરુવારે સાંજે કારગીલ ચોક સ્થિત શ્રીનાથજીનગર સોસાયટી મકાન નં.93 ના બીજા માળે પતરાની રૂમમાં છાપો માર્યો હતો. અહીં ભાડેથી રૂમ રાખી જુગારધામ ચલાવતા નયનાબેન ડાભી ઉપરાંત જુગાર રમતી માતા-પુત્રી સહિત અન્ય 8 મહિલાઓ અને એક યુવાનને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.41,100 કબજે કરી તેઓ માસ્ક કે ફેસ કવર કર્યા વગર તેમજ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થાય તે રીતે બેસી જુગાર રમતા હોય પોલીસે જુગારધારાની કલમ ઉપરાંત એપેડેમિક એક્ટ મુજબ પણ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

 

(5:14 pm IST)