Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કોરોનાને ભગાડવા માટે જો વધુ પડતી સ્ટીમ લઈ લો તો પણ બ્લેક ફંગસ થઈ શકે

જેનો ઉપયોગ જીવન બચાવવા માટે થાય છે તેવી મલ્ટિ વિટામીનની ગોળીઓ અને દેશી ઉપચાર વરાળ લેવાનું જો વધી જાય તો પણ નુકસાન કરે છે

વડોદરા, તા.૨૩: ગુજરાતીમાં કહેવત છે કે 'અતિની ગતિ નહીં' પછી ભલે તે વસ્તુ આરોગ્ય માટે સારી હોય પરંતુ જો વધુ પ્રમાણમાં તેનો ઉપયોગ કે સેવન કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકાસન થાય છે. આવું જ કંઈક મલ્ટિવિટામિન ટેબ્લેટ અને ઝિંક સપ્લિમેન્ટના મામલે છે. જે તમારી રોગપ્રતિકારક શકિત વધારે છે, પરંતુ તેનું વધું પડતું સેવન તમને દ્યાતક બ્લેક ફંગસ એટલે મ્યુકોરમાઇકોસિસ તરફ લઈ જાય છે. અને આ લિસ્ટમાં વધુ પડતી સ્ટીમ લેવાનું પણ સામેલ છે.

આ વાતનું ઉદહારણ વડોદરાના સ્કૂલ પ્યુન રોહિત બારિયા છે જેઓ ૬૦ વર્ષની ઉંમરે નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા ત્યારે ગત મે મહિનામાં તેમને કોરોના થઈ ગયો અને ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં રહીને સારવાર મેળવી જે પછી ત્રણ સપ્તાહ બાદ જૂન મહિનામાં તેમનામાં અચાનક બ્લેક ફંગસના લક્ષણો જોવા મળ્યા. બારિયાએ ડોકટરોને કહ્યું કે કોરોનાથી ઠીક થઈ ગયા બાદ પણ તેઓ પોતાની રોગપ્રતિકારક શકિત અંગે વધુ પડતાં ચિંતાતુર રહેતા હતાં અને તેના કારણે મલ્ટિ વિટામીનની ગોળીઓઓ દરરોજ લેતા હતા. જોકે વધુ પડતાં વિટામીનના કારણે સ્થિતિ વિપરિત થઈ ગઈ હતી.

જોકે તેમને કોરોના સારવાર માટે તેમને સ્ટીરોઇડ્સ આપવામાં આવ્યા હતા, તેમ છતાં તેમનું બ્લડ સુગર એટલું વધારે ન હતું કે બ્લેક ફંગસ થાય. પરંતુ બારીયા દ્વારા આયર્ન અને ઝીંકવાળી મલ્ટિ-વિટામિન ગોળીઓનું વધુ પડતું સેવન મ્યુકોરમાયકોસિસ પાછળનું એક કારણ હોવું જોઈએ. આ ઉપરાંત તેમણે એમ પણ કબલ્યું કે તેઓ દવિસમાં દરરોજ દ્યણીવાર સુધી સ્ટીમ લેતા હતાં. તેમ વડોદરા સ્થિત પલ્મોનોલોજિસ્ટ ડો. નીલ ઠક્કરે જણાવ્યું હતું.

ડોકટરે અમારા સહયોગી સાથે વાત કરતાં જણાવ્યું કે, 'ઠક્કરની જેમ મ્યુકોરમાયકોસિસનો ચેપ લાગનારા દ્યણા વ્યકિતઓ લોખંડ અને ઝીંકની ગોળીઓનો વધુ ડોઝ લેતા જોવા મળ્યા છે. આ ગોળીઓના વધુ પડતા સેવનથી લોહીમાં આયર્ન અને ઝિંક વધે છે અને તે બ્લેક ફંગસના વિકાસ માટે એક આદર્શ સ્થિતિ ઉભી કરે છે. ઠક્કરે વધુમાં ઉમેર્યું કે મ્યુકોરમાઇકોસિસ થવા પાછળના કારણો વિશે કરવામાં આવેલી વિવિધ સ્ટડી અને બ્રિટીશ મેડિકલ જર્નલ (બીએમજે) જણાવે છે કે અતિશય મલ્ટી-વિટામિનનો ઉપયોગ કરવાના કારણે પણ બ્લેક ફંગસ થઈ શકે છે.

બીએમજેમાં આ વર્ષે જૂનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં કહેવાયું છે કે કોવિડ-૧૯ સારવાર માટે આયર્ન અને ઝિંકના સપ્લિમેન્ટનો વધુ પડતો ઉપયોગ ટાળવો પૂરવણીઓનો વધુ પડતો ઉપયોગ ટાળવો અને વધુ પડતી સ્ટીમ લેવાનું પણ ટાળવું જોઈએ તેવું સૂચન આપવામાં આવ્યું છે. અમદાવાદના રેટિના અને ઓકયુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણાએ જણાવ્યું હતું કે, 'સ્વસ્થ થયા પછી પણ દ્યણા કોવિડ દર્દીઓ દિવસમાં દ્યણી વખત વરાળ લે છે. પરંતુ ખૂબ વરાળ નાકમાં મ્યુકોસના સંરક્ષણ સ્તરને બાળી નાખે છે અને સાઇનસમાં બ્લેક ફંગસને સરળતાથી વધવા દે છે. ત્યારબાદ આ ફૂગ બીજા ભાગોમાં ફેલાય છે.વડોદરાના ઇએનટી નિષ્ણાંત ડો.પરિતા પંડ્યા શાહે જણાવ્યું હતું કે, ગોધરાના ૩૨ વર્ષીય દર્દી જે કોવિડમાંથી સ્વસ્થ થયા હતા, તેને નહોતું ડાયાબિટીસ કે ન તો સારવાર માટે સ્ટેરોઇડ્સ આપવામાં આવ્યું તેમ છતાં બ્લેક ફંગસ તેને થઈ હતી. તેણે કહ્યું કે કોરોનાથી રિકવર થયા પછી તેઓ દરરોજ અનેકવાર સ્ટીમ લેતા હતા. જેના કારણે તેમના મ્યુકોસના લેયરને નુકસાન થયું હતું અને જેના કારણે તેઓ બ્લેક ફંગસના શિકાર થયા હતા.

ડો. પરિતાએ ઉમેર્યું કે દુર્ભાગ્યવશ, તેઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. હું મારા બધા દર્દીઓને કહું છું કે દ્યરેલું દવા ન લેવી અને વધુ સ્ટીમ તેમજ જરુરી ન હોય તો આયર્ન અને ઝિંક ગોળીઓ ખાવાનું ટાળવું જોઈએ. સુરત સ્થિત ચેપી રોગોના નિષ્ણાત ડો.પ્રતીક સાવજ કે જેઓ મ્યુકોરમાઇકોસિસ થવાના વિવિધ કારણો શોધવા માટે કરવામાં આવેલા એક અભ્યાસમાં ભાગ છે તેમણે કહ્યું કે, 'અમે ઝિંક અને આયર્નના ઓવરડોઝની ભૂમિકાનો અભ્યાસ કરી રહ્યા છીએ. મેં મારા દર્દીઓ માટે ઝીંક અને આયર્નની સાથે મલ્ટિ-વિટામિન ગોળીઓ આપવાનું વ્યકિતગત રીતે બંધ કરી દીધું છે.

(4:20 pm IST)