Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ડ્રાઈવીંગ લાયસન્સ-આર.સી. બુકની મુદ્દત ૩૦ સપ્ટેમ્બર સુધી વધારાઈ

ગાંધીનગર, તા. ૨૩ :. રાજ્ય પરિવહન વિભાગે ડ્રાઈવીંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન બુક જેવા દસ્તાવેજોની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આર.સી. બુક અને ડ્રાઈવીંગ લાયસન્સ જેવા દસ્તાવેજો બનાવવા માટે આર.ટી.ઓ. ઓફિસ ઉપર મોટી ભીડ થતી હતી. કોરોના મહામારી રોકવા માટે પરિવહન વિભાગે કેટલાય મહત્વના ફેરફારો કર્યા હતા. આ વચ્ચે આર.ટી.ઓ. ઓફિસ ઉપર ભીડભાડ ન થાય તે માટે આર.સી. બુક અને ડ્રાઈવીંગ લાયસન્સની મુદતમાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યોની તમામ આર.ટી.ઓ.માં ડ્રાઈવીંગ ટેસ્ટ ડબલ શિફટમાં કરવાની શરૂઆત થઈ ગઈ છે. હવે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી ડ્રાઈવીંગ ટેસ્ટ લેવામાં આવે છે. પહેલી શિફટ ૬ થી બપોરે ૨.૧૫ સુધી જ્યારે બીજી શિફટ બપોરે ૨.૧૫ થી રાત્રે ૧૦.૩૦ રાખવામાં આવી છે. અમદાવાદના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આર.ટી.ઓ. ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં આ મુજબ કામગીરી શરૂ થઈ ગઈ છે.

(2:57 pm IST)