Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજપીપળાના NRI એ સુકામેવાના ઢગલા સામે કેટ વોક કરી સૂકોમેવાની લૂંટની નવતર રમત સાથે ગૌરીવ્રતની ઉજવણી કરાવી

રાજપીપળાની કૃષ્ણ મીરેકલ હવેલીના અમેરિકામાં રહેતા અસિત બક્ષીએ ગૌરી વ્રત નિમિતે 200 બાળકીઓને સૂકા મેવાનું અનોખી રમત સાથે વિતરણ કર્યું.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા ના વતની અને અમેરિકામાં રેહતા અસિત બક્ષી એ રાજપીપલા ખાતે ગૌરીવ્રત નિમિતે 200 જેટલી ઉપવાસ કરનાર બાળકીઓને સૂકા મેવાનું વિતરણ કર્યું હતું.
 કોરોનાની બીજી લહેરમાં લોકોના ધંધા રોજગાર અટવાયા હતા ત્યારે ગૌરીવ્રત માં ખાસ નાની બાળાઓ 5 દિવસ નો ઉપવાસ કરતી હોય,પોતે આ 5 દિવસ માં અલુણા કરવા માટે ઉપવાસ માં કાજુ અખરોટ બદામ જેવા મેવા હાકની મોંઘવારી માં વાલીઓ પોતાની દીકરીઓને આપી ન શકે ત્યારે યુ.એસ.માં રહેતા હોવા છતાં વતન રાજપીપળામાં આવી અસિતભાઈ બક્ષીએ નાની દીકરીઓ ને એક રમત ના રૂપ માં દુકો મેવો આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ રમતમાં બાળકીઓ માટે સૂકા મેવા નો ઢગલો કરી આ ઢગલો બાળકીઓ એ કેટ વોક કરતા કરતા જઈ ને લૂંટયો હતો.બાળકીઓને આ રમતમાં મજા પણ આવી હતી, જે બાળકીઓ રમતમાં વિજેતા થઈ તે બાળકીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપ્યા હતા.

(11:57 pm IST)