Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

700 કરોડથી વધુનું વાર્ષિક બજેટ ધરાવતી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 5 ઓગસ્ટ ચૂંટણી

ચૂંટણીમાં 1 બેઠક માટે કોંગ્રેસ અને ઓવેસીની પાર્ટી AIMIMના ઉમેદવાર વચ્ચે જંગ જામશે: કુલ 12 બેઠકો માટે 13 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

અમદાવાદ : 700 કરોડથી વધુનું વાર્ષિક બજેટ ધરાવતી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલી શાળાઓના સંચાલન માટે સ્કૂલ બોર્ડ સમિતિની રચના માટે આગામી 5 ઓગષ્ટના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 1 બેઠક માટે કોંગ્રેસ અને ઓવેસીની પાર્ટી AIMIMના ઉમેદવાર વચ્ચે જંગ જામશે. સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં ભાજપના 11, કોંગ્રેસના 1 અને AIMIMના 1 ઉમેદવારે ફોર્મ ભર્યું છે. કુલ 12 બેઠકો માટે 13 ઉમેદવારોએ ભર્યા ફોર્મ ભર્યા છે. 

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે આગામી 5 ઓગષ્ટના રોજ યોજાનારી ચૂંટણી માટે 12 જગ્યાઓ માટે 13 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં ભાજપના 11, કોંગ્રેસના એક અને AIMIMમાં એક ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. કોંગ્રેસના કિરણ ઓઝા અને AIMIMના શરીફખાન દૂધવાળાએ ફોર્મ ભર્યા છે ભાજપમાં સ્કૂલબોર્ડના ચેરમેન પદ માટે સૌથી પ્રબળ દાવેદાર વિપુલ સેવકને માનવામાં આવી રહ્યા છે. આ સિવાય ડો.સુજય મહેતા, નવીન પટેલ, ઘનશ્યામ પટેલ, મુકેશ પરમાર, અભય વ્યાસ, જીગર શાહ, અમૃત રાવલ, યોગીની પ્રજાપતિ, લીલાધર ખડકે અને સુરેશ કોરાણીએ ભાજપ પક્ષ દ્વારા અપાયેલા મેન્ડેટ અનુસાર ફોર્મ ભર્યા છે.

(12:35 am IST)