Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રવિવારે રાજયમા વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓને ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર વેક્સિન અપાશે

કોરોના સામે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓને સુરક્ષિત કરવા રાજ્ય સરકારનું ખાસ આયોજન :કોર કમિટીની બેઠકમાં આ વેક્સીનેશન કેમ્પના આયોજનને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શનમાં આખરી ઓપ અપાયો

અમદાવાદ :  કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થયું છે.ત્યારે રાજયમાં  નાના મોટા વેપારી વર્ગો સેવાકીય સંસ્થાના કર્મચારીઓને આ રસીકરણ છત્ર માં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા આગામી તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારના રોજ રાજયભરમાં ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર  ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.

 કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા અંગે નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં આ વેક્સીનેશન કેમ્પના આયોજન ને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શન માં આખરી ઓપ આપવામાં આવ્યો છે
  રાજયમાં વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર  તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સીન લઇ લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં રસીકરણ થઇ જાય તે હેતુસર તા.૨૫.૦૭.૨૦૨૧, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું ૧૮૦૦ સેન્ટર ઉપર આયોજન કરવામાં આવ્યું છે.
રવિવાર તા.25 જૂલાઈ એ યોજાનારા આ વેક્સીનેશન કેમ્પ નો  મહત્તમ  લાભ  નાના મોટા વેપારી વર્ગો,સેવાકીય  વર્ગના કર્મચારીઓ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે

(10:16 pm IST)