Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

નડિયાદ તાલુકાના ચકલાસી બ્રિજ નજીક પેટ્રોલ પંપ સામે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક શખ્સનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી

નડિયાદ : નડિયાદ તાલુકાના ચકલાસી બ્રિજ નજીક આવેલા એક પેટ્રોલ પંપ સામે લાકડા ભરેલા એક ટેમ્પો અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યકિતને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ખાતે સોમાભાઈ બબાભાઈ ચૌહાણ રહે છે. તેઓના કાકાના દિકરા ખોડાભાઈ ફતાભાઈ ચૌહાણ પોતાના  ટેમ્પામાં કમળા ચોકડીથી લાકડા ભરીને સાવલી તરફ જવા નીકળ્યા હતા. ખોડાભાઈ પોતાના ટેમ્પો લઈ ચકલાસી નજીક આવેલા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે પોતાનું વાહન ધડાકાભેર ટેમ્પા સાથે અથડાવ્યું હતું. જેથી ટેમ્પાના કેબિનનો કચ્ચરધાણ બોલાઈ ગયો હતો. અકસ્માતમાં ટેમ્પોચાલક ખોડાભાઈના છાતીના ભાગે સ્ટેરીંગ દબાઈ જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સોમાભાઈ ચૌહાણ શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે સોમાભાઈ ચૌહાણની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(7:15 pm IST)