Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

I.I.T.E.ના અભ્‍યાસક્રમો માટે ૩૪૧૬ બેઠકો,૧રર૩૪ અરજીઓ આવી : ર૯ મે એ પરીક્ષા

ગાંધીનગર, તા. ર૩ :  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસથાન (IITE), ગાંધીનગર તથા તેને સંલગ્ન તમામ બી.એઙ કોલેજોમાં ચાલતા વિવિધ સ્‍થાનક, અનુસ્‍નાતક કક્ષાના અભ્‍યાસક્રમો તથા પીએચ.ડી. જેવા સંશોધનાત્‍મક કાર્યક્રમોમાં પ્રવેશ  મેળવવા માટે ખાસ પ્રવેશ પરીક્ષા (ઇન્‍ટીગ્રેટેડ ટેસ્‍ટ ફોર ટીચર ટ્રેઇની) નું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા આગામી ર૯ મે, રવિવારના રોજ લેવાશે.

વિવિધ ઇન્‍ટિગ્રેટેડ સ્‍નાતક, અનુસ્‍નાતક અને રિસર્ચના કાર્યક્રમોમાં ઉપલબ્‍ધ કુલ ૩૪૧૬ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે લગભગ ચાર ગણી કુલ ૧૩ર૩૪ ઓનલાઇન એપ્‍લિકેશન આવેલ છે. આ પરીક્ષા રાજયના ૩પ કેન્‍દ્રો (સ્‍થળો) પર લેવામાં આવશે. પરીક્ષા કેન્‍દ્રમાં દરેક બ્‍લોકમાં (એટલે કે પ્રતયેક રૂમમાં) ર૮ ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આઇઆઇટીઇ સાથે સંલગ્ન રાજયની તમામ સરકારી અને ગ્રાન્‍ટ -ઇન-એડ બી.એડ કોલેજોમાં ચાલતા બે વર્ષના બી.એડ ના અભ્‍યાસક્રમની કુલ ર૯પ૦ બેઠકો માટે કુલ ૧૧૭૯૯ (ચાર ગણા) ઉમેદવારો પરીક્ષા આપશે. આઇઆઇટીઇના સેન્‍ટર ઓફ એજયુકેશન દ્વારા બી.એસ.સી. બી. એડ તથા બી.એ. બી.એડ ના પ્રત્‍યેક ચાર વર્ષના ઇન્‍ટિગ્રેટેડ અભ્‍યાસક્રમમાં ઉપલબ્‍ધ ર૦૦ બેઠકો માટે ૮૦૧ (ચાર ગણા) ફોર્મ્‍સ મળ્‍યા છે. શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધનાત્‍મક કાર્યક્રમ પીએચડી ની ઉપલબ્‍ધ ૧૬ બેઠકો માટે ૧૩૯ (આઠ ગણા) ફોર્મ્‍સ ભરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત ત્રણ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ ઇનોવેટિવ એમ.એસ.સી./ એમ.એ. એમ. એડ તેમજ બી.એડ એમ. એડ અને એમ. એડ ના અભ્‍યાસક્રમ માટે ઉપલબ્‍ધ ર૦૦ બેઠકો માટે ૪૯પ (બે ગણા થી પણ વધારે) ફોર્મ્‍સ મળ્‍યા છે.

કુલ ૧ર૦ ગુણની દોઢ કલાકની ઓએમઆરથી પરીક્ષા લેવાશે. ચાર પ્રવેશ લેવલ માટે ૪ જુદા જુદા પ્રશ્નપત્રોથી પરીક્ષા ર૯ મી મે  લેવાશે. જેનું પરિણામ ૪ જુન, ર૦રર, શનિવારે સાંજે છ વાગે જાહેર થશે. તેમ યુનિવર્સિટીની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(1:16 pm IST)