Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ઢોચકી ગામે ચેક ડેમમાની કામગીરીમાં વન વિભાગના વોચમેન સાથે માથાકૂટ,સરપંચ પતિ સહિત બે સામે ફરિયાદ દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોચકી ગામે મનરેગા ચેક ડેમ માથી માટી કાઢવાનું કામ કરતા માથાકૂટ બાદ ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર જશુભાઇ કાલીદાસ વસાવા રહે-ઢોચકી તા-નાંદોદ જી-નર્મદાની ફરિયાદ મુજબ તેઓ નર્મદા વનવિભાગમા રાજપીપલા રેન્જમા આવેલ ઘાટા ઢોચકી બીટમા વોચમેન તરીકે ફરજ બજાવતા હોઇ અને ઢોચકી ગામે વનવિભાગ હસ્તકમા મનરેગા યોજના હેઠળ ચેક ડેમમાથી માટી કાઢી ચેક ડેમ ઉંડો કરવા માટે મજુરો વડે કામગીરી કરાવતા હતા તે વખતે રાજેશભાઇ ગુલાબસીંગ વસાવા તથા મેહુલભાઇ મંગળભાઇ વસાવા બંને રહે જુનાઘાંટા તા.નાંદોદ જી.નર્મદા ઈકકો ગાડી નંબર જીજે ૨૨ એચ ૩૩૫૨ મા બેસીને આવીને ફોટા પાડી વોચમેન ને તુ કેમ અહી ઉભો છે તુ અહીથી ચાલવા માંડ ,તુ મારો સાહેબ નથી તેમ કહી ગાળો બોલી ફેટ પકડી ખેંચતાણ કરતા જશુભાઇની દિકરી જશોદાબેન છોડાવવા વચ્ચે પડતા ધકકો મારી તારા પપ્પા જંગલ ખાતામા કેવી નોકરી કરે છે એકાદ દિવસે મારીને ફેંકી દઇશુ તેવી ધમકી આપી વોચમેન ની કાયદેસરની ફરજમા અડચણ ઉભી કરી ગુનાહિત બળ વાપરી તેમજ
જુનાઘાંટા ગામના સરપંચના પતિ રાજેશ વસાવાએ મજુરોને પણ જંગલખાતામા કામે જશો તો સસ્તા અનાજની દુકાનમાથી કશુ નહી મળવા દઉ કોઇપણ યોજના તમને મળવા નહી દઉ તેવી ધમકી આપી ગુનો  કરવા બાબત છે

(10:40 pm IST)