Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓ માટેની પ્રેરક સેવા

રાજકોટ : ઉનાળાના ધોમધખતા તાપમાં માણસ પણ પાણી માટે વલખા મારતો હોય છે. ત્યારે અબોલ પશુ પંખીઓની આ જરૂરીયાત પુરી કરવા અસ્પી બાગાયત વનીય મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીની ૨૦૧૫ થી શરૂ થયેલ પહેલ બીજા વિદ્યાર્થીઓએ પણ જાળવી પશુ પંખી માટે ખોરાક પાણીની સરસ વ્યવસ્થા કરી છે. આ શરૂઆત વિજયભાઇ સોલંકી કે જેઓ હાલ મદદનીશ બાગાયત નિયામક વર્ગ-ર અધિકારી તરીકે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવે છે તેઓએ કરી હતી. વૃક્ષો પર પાણીના કુંડા બાંધી સમયસર પાણી ભરવુ અને ખોરાક મુકવાની તેમણે શરૂ કરેલ આ  પ્રથા આજે પણ જુનીયરો જાળવી રહ્યા છે. વિદ્યાલયના ૨૨૭૮ એકરમાં ફેલાયેલ કેમ્પસ પરના જુદા જુદા વૃક્ષો પર વિદ્યાર્થીઓ દ્વારા કુંડા લટકાવી તેમાં સમયસર પાણી ભરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મૌલિક એચ. અમલાણી (પીએચ.ડી. કેમેસ્ટ્રી), સુરેલા વિપુલ પીએચ.ડી. હોર્ટીકલ્ચર), મલહાર પટેલ (પીએચ.ડી. હોર્ટીકલ્ચર) દ્વારા પક્ષીઓ માટે કુંડા મેઇન્ટેન કરવાની સેવા હાથ ધરવામાં આવી રહી છે. તેમ મૌલિક અમલાણી (મો.૭૭૭૭૯ ૨૫૧૦૭) ની યાદીમાં જણાવાયુ છે.

(11:29 am IST)