Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી :કારચાલકનો બચાવ :કાર બળીને ભડથું

વાલિયાના રહીશ માંડવા પાસેની હાઇવે ઈન હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે કારમાં અચાનક ભડકો થયો

 

અંકલેશ્વરઃ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈને નંબર 8 ઉપર મોડી સાંજે એક ચાલુ કારમાં આગ ભભૂકી ઉઠી હતી.જાણવા મળ્યા મુજબ વાલિયાના રહિશ કાર ચાલક હાઈવે ઉપર માંડવા પાસે આવેલી હાઈવે ઈન હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ચાલુ કારમાં અચાનક ભડકો થતાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કાચ ચાલક સમય સૂચકતા વાપરી રોડ સાઈડમાં કાર પાર્ક કરી નીચે ઉતરી જતાં આબાદ બચાવ થયો હતો. જોકે આખી કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. ઘટના અંગે અંકલેશ્વર ફાયર વિભાગને જાણ કરાતાં ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યારે શહેર પોલીસ મથકે ઘટના સ્થળે દોડી છે .

(12:09 am IST)