Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજપીપળા ધાણક વાડની આગમાં બેઘર બનેલા પરિવારને જિલ્લા કલેકટરે નોંધારા નો આધાર પ્રોજેકટ દ્વારા મદદરૂપ થવા સૂચના આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના ધાણાકવાડમાં રહેતા ગરાસિયા ગુલામનબી રસુલભાઈનુ રહેણાંક મકાન આગ લાગતા સંપૂર્ણપણે બળી જતા ધરવખરી,અનાજ, રાચરચીલુ ,કપડા, જેવી તમામ જીવન જરૂરી વસ્તુઓ બળી ગઇ હતી.

આ બાબતની જાણ કલેકટર ડી.એ.શાહને થતા તેઓ એ તાત્કાલિક ધોરણે નોધારા બનેલા આ પરીવારને ત્વરિત મદદ થાય તથા આવાસથી લઈ તમામ જરૂરી મદદ કરવા સબંધધિત અધિકારીઓને સૂચના આપી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું હતું.
કલેકટરની સુચના બાદ નોધારાના આધાર પ્રોજેક્ટ અંતર્ગત આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સુરેશભાઈ વસાવા, ભુપેન્દ્ર ભાઈ ભૈયા,આસીફ તાઈ તેમજ એનજીઓ ના કાર્યકરો કૌશલભાઈ કાપડિયા, ગુંજનભાઈ મલાવીયા અને તુષારભાઈ શાહ સ્થળ ઉપર જઈ માહિતી લઈ નોધારા બનેલ પરીવારની મુલાકાત લઈ તેમને મળવાપાત્ર તમામ લાભો જલ્દી મળી રહે તે બાબતની તજવીજ હાથ ધરી હતી

(5:17 pm IST)