Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

વલસાડમાં ચૂંટણી અગાઉ જ કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું : 800 કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા:આજે વધુ 80 જોડાયા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ પહેલા જ  કોંગ્રેસના 80થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે, રાજ્ય કક્ષાએ કોંગ્રેસના અગ્રણીઓને સમાવવા ભાજપે ચલાવેલા ચક્રવ્યૂહમાં શતરંજનો દાવ સતત ભાજપ તરફી જણાઈ રહ્યો છે અને ઇલેક્શન પૂર્વે કરેલી તૈયારીઓ રંગ લાવી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ ભાજપ તરફી હવા ઉભી થતા કોંગીજનો ભાજપમાં આવી રહ્યા છે અને
પારડી ના કોલક સહિત કિકરલા અને ઉદવાડા ગામના કોંગ્રેસ ના 80 થી વધુ કાર્યકર્તાઓઓ ભાજપમાં જોડાઇ ગયા છે.
વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 800થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાઇ ચુક્યા છે અને કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાને રાખી વારા ફરતી સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેમાં પારડી તાલુકાના કાર્યકર્તાઓ ને આજે સમાવિષ્ટ કરાયા છે તેઓ એ વલસાડ જિલ્લા ની તમામ બેઠકો કબ્જે કરવાનો આશાવાદ જાહેર કર્યો હતો.

(7:36 pm IST)