Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

બાયડ-દહેગામ હાઇવે નજીક અજાણ્યા વાહનની હડફેટે વૃદ્ધનુ ઘટનાસ્થળેજ મોત

બાયડ:બાયડ-દહેગામ રોડ ઉપર વાંટા પાસે અજાણ્યા વાહને ટકકર મારતાં  વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

પંકજકુમાર ઉદેસિંહ પરમારની ફરીયાદ મુજબ બાયડ-દહેગામ રોડ ઉપર વાંટા નજીક તા.૨૦-૧-૨૦૨૧ ના સુમારે  સરદારપુરા ગામે જવા માટે વાંટા ગામ તરફ આવતા હતા. ત્યારે સાંજના છ વાગ્યા સુમારે બાયડ તરફથી એક સફેદ રંગની કાર પુરઝડપે આવતી હતી. ત્યારે મોટર સાયકલને ટક્કર મારતા મોટર સાયકલ ઉપર બેઠેલા ફુલસિંહ મોહનસિંહ પરમાર રોડ ઉપર પટકાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તેઓને ૧૦૮ દ્વારા વધુ સારવાર માટે વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાત્રક હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો હતો.

આંબલીયારા પોલીસે પંકજકુમાર ઉદેસિંહ પરમાર (રમોસ)ની ફરીયાદ આધારે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:21 pm IST)