Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

મેઘાણી જયંતી ઉજવણી આયોજન સમિતિમાં સી. વી. સોમ અધ્યક્ષ

રાજકોટ તા. ર૩: રાજય સરકારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્મ જયંતીની રાજયવ્યાપી ઉજવણી કરવા માટે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ૧ર સભ્યોની સમિતિ રચી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તે સંદર્ભે જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમો થશે. રાજય કક્ષાની સમિતિના સૂચનો અને માર્ગદર્શન અનુસાર ઉજવણીના અસરકારક અમલ માટે એક સમિતિ રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અધિક મુખ્ય સચિવ સી. વી. સોમના અધ્યક્ષપદે રચવામાં આવેલ છે.

(12:58 pm IST)