Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગોધરામાં ટ્રક અને એક્ટીવા વચ્ચે અકસ્માત : મહિલાનું ઘટનાસ્થળે જ મોત : દંપતી ખંડિત

મુવાડા ગામનું દંપતી નોકરી માટે જરોદ જઇ રહ્યા હતા

ગોધરામાં ટ્રક અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું છે જાણવા મળ્યા મુજબ દંપતિ નોકરી અર્થે જરોદ જઈ રહ્યું હતું ત્યારે ટ્રક અડેફેટ અકસ્માત સર્જાયો હતો 

મળતી વિગત મુજબ  ચાચરચોક વિસ્તામાં ટ્રક-એક્ટિવ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતુ. મુવાડા ગામનું દંપતી નોકરી માટે જરોદ જઇ રહ્યા હતા. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:40 am IST)