Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

આઇજી નરસિહમા કોમાર અને રાજકુમાર પાંડિયનને મૂળ સ્થાને એડી ડીજી તરીકે બઢતી: અશોક કુમાર યાદવને મૂળ જગ્યા પર આઇજી બનાવયા..અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા બોસ પ્રેમ વીર સિહ મુકાયા:અરુણ શર્માને પણ પોસ્ટિગ

સ્થાનિક સ્વરાજ્યના જાહેરનામાં પહેલાએ SPઓને બાકી રાખી ધારણા મુજબ આઇપીએસ લેવલે ફેરફાર

અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામુ પ્રસિદ્ધ થાય તે પહેલાં જ અમદાવાદ રેન્જ વડા અને અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાન્ચ સહિતની મહત્વની જગ્યાઓ ભરી લેવા આઇપીએસ લેવલ એસપીને બાદ રાખી કેટલાક બઢતી બદલી હુકમ કર્યો છે.                       આઇજી નરસિંહમા કોમરને ધારણા મુજબ મૂળ સ્થાને અર્થાત્ લો એન્ડ ઓર્ડર તથા આર્મ યુનિટના પ્રફુલ રોશનને તેજ સ્થાન સાથે સુરત રેન્જ વડાંને પણ એડી.ડીજી પદે મૂળ જગ્યા પર બઢતી આપી છે. 

 .આજ રીતે ભાવનગર રેન્જ ડીઆઈજી અશોક કુમાર યાદવને આઇજી તરીકે મૂળ સ્થાને તથા એસ.કે.ગઢવીને આઇજી તરીકે જેલ વિભાગમાં જ બઢતી આપવામાં આવી છે

 આઇપીએસ લેવલે જે ફેરફાર થયા છે તેમાં અમદાવાદ સિટી ક્રાઇમની ખૂબ જ મહત્વની જગ્યા પર અમિત વિશ્વ કર્માંના સ્થાને અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના ડીઆઈજી લેવલના ખૂબ જ અનુભવી એવા પ્રેમવવિર સિહને તથા ડીસીપીની ખાલી જગ્યા પર સાબર કાંઠા એસપી ચૈતન્ય માંડલિકને અને તેમના સ્થાને સાબર કાંઠા એસપી પદે ટેકનિકલ સેલના નીરજ કુમાર બડ ગુજર ને તથા ગોંડલ એસઆરપીના જગદીશ ચાવડાને આઇબીમાં બદલાયા છે.        નિવૃત્ત આડે ગણત્રીના દિવસો બાકી છે તેવા અરુણ કુમાર શર્માને એસ. સી.એસટી.સેલ મા ડીજી પદે મૂકવામાં આવ્યા છે.

(9:21 pm IST)