Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડના અધિકારી-કર્મચારીઓને તેમના ભથ્થાઓ ૧૦ હપ્તામાં ચૂકવવાની મંજૂરી આપતા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ

અમદાવાદ :ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન કંપનીઓના કર્મચારી-અધિકારીઓને તા. ૧/૧/૨૦૧૬ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીના સમયગાળામાં મળવાપાત્ર ભથ્થાઓના તફાવત (એરિયર્સમાં)ૂ ની રકમની ચૂકવણી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા ૧૦ સરખા હપ્તામાં ચૂકવવાની મંજૂરી આપવામાં આવી છે. 
તેમણે ઉમેર્યુકે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડની તા.૨૭/૧૧/૨૦૧૯ની દરખાસ્તમાં દર્શાવેલ ભથ્થાઓ તા.૧/૧/૨૦૧૬થી ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

(9:08 pm IST)