Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

લંડનની હોટલમાં આગ :ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેનો સમાન સળગી ગયો

આગ બાદ વિભાવરીબેનને અન્ય હોટલમાં સ્થળાંતરિત કરાયા:મોબાઈલ -પાસપોર્ટ સલામત હોવાના અહેવાલ

લંડન:લંડનની હોટલમાં આગ લાગતા ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેનો સમાન બળી ગયો છે જોકે પાસપોર્ટ અને મોબાઈલ સલામત હોવાના હેવાલ છે આગની ઘટના બાદ વિભાવરીબેનને અન્ય હૉટલમાં લઇ જવાયા હતા જાણવા મળ્યા મુજબ ગુજરાતના મંત્રી - ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવે સરકારી સમારંભમાં લંડન ગયા હતા, જયા તેઓ પાર્ક પ્લાઝા નામની હોટલમાં રોકાયા હતા ત્યાં આગ ફાટી નિકળી હતી,જો કે આગમાંથી તેઓ સલામત બહાર નિકળી ગયા પરંતુ તેમનો પાસપોર્ટ અને સામાન સળગી ગયો છે.

   આ અંગે વિભાવરી દવે દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયનો સંપર્ક કરી આ સ્થિતિની જાણકારી આપતા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અંગે વિદેશ વિભાગનો સંપર્ક કરી મંત્રી વિભાવરી દવેના નવા પાસપોર્ટ અંગે તેમને ભારત પરત લાવવા અંગેની સુચના આપવામાં આવી છે.

જોકે બાદમાં એવા અહેવાલ મળ્યા હતા કે તેમનો મોબાઈલ ફોન અને પાસપોર્ટ સલામત છે. સાથે જ તેમને અન્ય હોટલમાં સ્થળાંતરિત કરાયા છે.

(7:41 pm IST)