Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

આણંદ: સ્કૂલ બેગમાં સંતાડીને દારૂની હોમ ડિલિવરી કરતા શખ્સને પોલીસે રંગેહાથે ઝડપ્યો

આણંદ: શહેરના લોટીયા ભાગોળ ખાતે રહેતા અને હોમ ડીલીવરી દ્વારા વિદેશી દારૂનું વેચાણ કરતા એક શખ્સને સ્કુલ બેગમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની છ બોટલો સાથે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છેે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે શહેર પોલીસને હકિકત મળી હતી કે, લોટીયા ભાગોળ ખાતે રહેતો સલીમભાી સીરાજભાઈ વોરા વિદેશી દારૂનું વેચાણ કરે છે અને તેના ઘરમાં જથ્થો સંતાડી રાખ્યો છે જેથી પોલીસે છાપો મારીને તેના નવા બનતા ઘરની તલાશી લેતાં કબાટમાં મુકેલી સ્કુલ બેગમાં છુપાવી રાખેલી એપીસોડ ક્લાસીક વીસ્કીની છ બોટલો કે જેની કિંમત ૩ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવી હતી. જેથી પોલીસે સલીમ વોરાની ધરપકડ કરી હતી.

(5:52 pm IST)