Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મહેમદાવાદ: કેસરની નાની મુવાડી નજીક બાઈક આડે શ્વાન આવતા મહિલાને ઇજા

મહેમદાવાદ:તાલુકાના કેસરાની નાની મુવાડી નજીક બાઈક સ્લીપ ખાઈ જતાં એક મહિલાને ઈજા થઈ છે. મહેમદાવાદ તાલુકાના કેસરાની નાની મુવાડી નજીક બાઈક સ્લીપ ખાઈ જતાં એક મહિલાને ઈજા થઈ છે. પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના કેસરાની નાની મુવાડીમાં રહેતાં મદીનાબેન સીકંદરભાઈ મલેક થોડા સમય પહેલાં પોતાના દિયર રફીકમીયાં ધુળામીયાં મલેક સાથે બાઈક ઉપર બેસી રણછોડભાઈ સબુરભાઈના ખેતરમાં ચણા હોરવાનું કામ ચાલતું હોવાથી ચણાનું ઘાસ લેવા માટે નીકળ્યાં હતાં.

દરમિયાન રસ્તામાં કબ્રસ્તાન નજીક બાઈક પાછળ કુતરાં પડતાં ડરને કારણે બાઈકચાલક રફીકમીયાંએ બાઈક તેજ ગતિથી ચલાવતાં કાબું ગુમાવતાં બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેથી બાઈક પાછળ બેઠેલા મદીનાબેનને જમણાં પગે ફેક્ચર થયું હતું. આ બનાવ અંગે મદીનાબેન સીકંદરભાઈ મલેકની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે ફરીયાદીના દિયર રફીકમીયાં ધુળામીયાં મલેક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:49 pm IST)