Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મહેમદાવાદ પોલીસે રાસ્કામાં જુગાર રમતા ચાર ઈસમને 10 હજારની રોકડ સાથે દબોચ્યા

મહેમદાવાદ :પોલીસે રાસ્કા મંદિર પાછળથી જુગાર રમતાં ચાર ઈસમોને ઝડપી પાડ્યાં હતા.ં પોલીસે જુગાર રમવાના સાધનો તેમજ રોકડા રૂ.૧૦,૩૫૦ કબજે કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મહેમદાવાદ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ સમય દરમિયાન મળેલ મુજબ રાસ્કા ગામે ભાથીજી મંદિર પાછળ છાપો મારીને ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે ગોળકુંડાળું વાળી તીનપત્તીનો જુગાર રમતા અજયભાઈ દલસુખભાઈ દંતાણી, બળદેવસિંહ રણજીતસિંહ વાઘેલા, રમેશ ચંદુભાઈ સોઢા તથા લાલાભાઈ અંબાલાલ ભોઈને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી પત્તાપાના, મોબાઈલ નંગ-૪, રૂ.૨૦૦૦ તેમજ રોકડા રૂપિયા ૧૦,૩૫૦ મળી કુલ રૂ.૧૨,૩૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:49 pm IST)