Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સારવારને અભાવે ખટોદરામાં તરુણી મોતને ભેટતા સંબંધીઓએ હોસ્પિટલ પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું

સુરત:પેટમાં તકલીફ સાથે ખટોદરા પાસે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલી પાંડેસરાની તરૃણીના મોત બાદ સારવારમાં બેદરકારીના આક્ષેપ સાતે સંબંધીઓએ હોસ્પિટલ પર પથ્થરમારો કરી તોડફોડ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું.

મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલી શાંતીનિકેતન સોસાયટીમાં રહેતી મુલાયમસિંહ કુસ્વાહની ૧૭ વર્ષિય પુત્રી વંદનાને ગત તા. ૨૦ મી મળસ્કે ઘરમાં પેટમાં દુઃખાવો થતા સ્થાનિક હોસ્પિટલમાંથી સી.ટી. સ્કેન સુરતના બાદ ખાનગી સેન્ટરમાં કરાવાયેલી તપાસમાં પેટમાં નસ ફાટી ગઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું.

યુનિક હોસ્પિટલના ડો. સમીર ગામીએ કહ્યું કે બે દિવસ પહેલા દાખલ આ દર્દીનું આંતરડું ફાટી ગયું હતું.તેને સેફટીએમીયા થયું હતું. પરિવારની સહમતીથી ડિપોઝીટ લીધા વગર ઓપરેશન કરાયું હતું. દર્દી ગરીબ હોવાથી પહેલાથી ૫૦ ટકા બીલ માફ કરાયા બાદ પાછળથી બીજા રૃા. ૨૦ હજાર બીલ માફ કર્યુ છે. સારવારમાં તબીબની બેદરકારી નથી. દરમિયાન ફોરેન્સીક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. બનાવ અંગે ૨૦ થી ૨૫ લોકો સામે ફરિયાદ કરાઈ છે. મેડીકો લીગલ કન્સલટન્ટ ડો. વિનેશ શાહે જણાવ્યું કે, ઈમરજન્સી ગેટ પાસે કારનો કાચ પણ તોડી નંખાયો હતો. મેડીકલ સર્વિસ એક્ટ ૨૦૧૨ મુજબ પણ ગુનો નોંધાવાયો છે.

(5:48 pm IST)