Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પારડીના બગવાડા ટોલનાકા પાસે ટ્રકમાં માલસામાનની આડમાં લઇ જવાતો 3.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપ્યો

વાપી: ૫ારડીના બગવાડા ટોલનાકા પર માલસામાનની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૃા. ૩.૪૨ લાખના દારૃના જથ્થા સામે પોલીસે બેની ધરપકડ કરી હતી.જ્યારે દારૃ ભરાવનાર બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ દારૃનો જથ્થો દમણથી ભરીને સુરત નજીકના કોસંબા લઇ જવાતો હતો. વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના પીઆઈ ગાબાણી અને ટીમે બાતમી આધારે ગઈકાલે રાત્રે પારડીના બગવાડા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક (નં.જીજે-૦૯-ઝેડ-૪૬૨૯) આવતા પોલીસે અટકાવી હતી. ટ્રકમાં તપાસ કરતા આગળના ભાગે વાસણ અને રમકડાના બોક્ષ મળી આવતા પોલીસ મુઝવણમાં મુકાઈ હતી. પરંતુ પાછળના ભાગે પ્લાસ્ટિકના કોથળામાં તપાસ કરતા દારૃની પેટીઓ મળી આવી હતી. પોલીસે રૃા.૩.૪૨ લાખની કિંમતની ૪૧૪૦ નંગ નાની મોટી બોટલો, વાસણ, રમકડા અને અન્ય માલસામાન મળી કુલ રૃા. ૧૮.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે આરોપી આશિફ દરીયાખાન મકરાણી (રહે. ચાંદનગર, મોડાસા) અને તાલીબહુસેન જૈનુદ્દીન મલેક (રહે. ઈન્દિરા નગર, મોડાસા)ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં દારૃનો જથ્થો દમણથી બે શખ્સોએ ભરાવી આપ્યો હતો જે સુરતના કોસંબા લઈ જવાતો હોવાની કબૂલાત કરી છે. પોલીસે દમણના બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

(5:48 pm IST)