Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાજસ્થાનની સરહદે આવેલ પીઠ ગામે બંધ મકાનમાં પોલીસે દરોડા પાડી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

અરવલ્લી: જિલ્લાના મેઘરજ નજીક રાજસ્થાનની સરહદે આવેલા પીઠ ગામે એક મકાનમાં ધંબોલા પોલીસે દરોડા પાડી નકલી ઘી બનાવવાની ફેકટરી ઝડપાઈ હતી. પોલીસે ભિલોડા તાલુકાના ત્રણ ઈસમોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
વિગત એવી છે કે મેઘરજ નગર અને મેઘરજ તાલુકાના સરહદે આવેલા પીઠ ગામે નકલી ઘી બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તે સંદર્ભે ધંબોલા સી.આઈ.એ. બ્રિજેશકુમાર અને હેમેન્દ્રસિંહ તેમજ પોલીસ કુમક સામે પી ગામે કોદરનાથું કલાલના મકાનના બીજા માળે દરોડા પાડતાં ગાયનું નકલી ઘી અસલ બનાવી વેચાણ કરી રહ્યા છે. તેમાં ભિલોડા તાલુકાના ચંદુભાઈ બચુભાઈ, વિકેશભાઈ ચંદુભાઈ, રાજુભાઈ ચંદુભાઈ ત્રણેય શખ્સો જુદી જુદી વનસ્પતિઓ, સોયાબીન, હળદરને મીક્ષ કરી ૪૦ કિલો નકલી ઘી બનાવતા હતા અને ધંબોલા પોલીસે નકલી ઘી બનાવવાની ફેકટરી તેમજ જુદી જુદી જાતના સામગ્રી સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ધંબોલા પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવ્યા હતા અને નકલી ઘીનું સેમ્પલ બનાવી ઉદેપુર ખાતે મોકલી આપ્યું હતું. આ અંગે વધુમાં મેઘરજ નગરમાં પણ નકલી ઘી બનાવી વેચાણ કરવાની પણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

(5:47 pm IST)