Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સરદાર પટેલ કહેતા કે દેશના લોકો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો પોલીસ કે અદાલતની જરૂર નહિ

સુરત વેડ રોડ ગુરૂકુળમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણી

સુરતના વેડ રોડ ગુરૂકુળ ખાતે ગઇકાલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં શિક્ષાપત્રી જયંતીથી ઉજવણી થયેલ તે પ્રસંગની તસ્વીર.

સુરત, તા. ર : વેડ રોડશ્રી સ્વામિનારાયણ ગુરૂકૃલ ખાતે શ્રી પ્રભુસ્વામીએ ૧૯ર મી શિક્ષાપત્રી જયંતિ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભામાં તેઓશ્રીએ કહેલું કે ૩પપ સદ્ગ્રંથોના ૪૦૦પ જેટલા પ્રમાણોના નીચોડ રૂપે કેવળ ર૧ર પંથકમાં લખાયેલી શિક્ષાપત્રી ગાગરમાં સાગરનો સમાવેશ કયો છે.

ત્રણ વર્ષ સુધી વિચાર વિમર્શ બાદ વડતાલમાં સવંત ૧૮૮રના વસંત પંચમી તા. ૧ર ફેબ્રુ. ૧૮ર૬ને સોમવારે પ્રસિધ્ધ કરાયેલ આ શિવાપ્રેમી સર્વજીતહિતાવહ છે. કહેતાં મનુષ્ય, પશુ, પક્ષી આદિ સર્વના શારીરિક તેમજ માનસીક દુઃખોનો દૂર કરનારી છે. જયાં ત્યાં થુકવું નહિ બાગબગીચા તથા નદી તળાવના ચારે શૌચવિધિ ન કરવો.અંગે દેખાય તેવા ટુંકા વસ્ત્રો ન પહેરવા બસ ન કરવું વગેરે ઉપદેશ છે.

શ્રી પ્રભુ સ્વામીએ જણાવેલ કે સરદાર વલ્લભભાઇ પટેલ સ્વામિનારાયણના હરિભકત હતા એટલે એમને શિક્ષપત્રીનો અભ્યાસ સારો હતો. ત્યારે ગ્રહપ્રધન હોવાથી તેઓને કહેવું કે ભારતની પ્રજા જો શિક્ષાપત્રનું પાલન કરતી થઇ જાય તો આ દેશમાં પોલીસ કે કોર્ટની જરૂર ન પડે. આવી ઉપદાહેતુ વાળી શિક્ષાપત્રીનું વાચન શ્રવણ કરવાથી સત્સંગી કે બિન સત્સંગીનું જીવન પવિત્ર કે કિર્તિ અપક્ષનારુ બન્યા વિના ન જ રહે.

શ્રી સ્વામિનારાયપ ગુરૂકુળમાં આ પ્રસંગે શિક્ષાપત્રી તેમ તેમ તેમજ મહંત  સામીક્ષા ધર્મવલ્લભદાસજી શ્રીશ્વેતસ્વામી, સંપપ્રકાશદાસજી સ્વામી, શ્રી પતિતપાવનદાસજી સ્વામી તેમજ શિવલાલભાઇ પાંભર, લાલજીભાઇ તોહીવાળા, ભીખાભાઇ સુતરીયા વગેરે હરિભકતો વિદ્યાર્થીઓ અને મહિલાઓએ વાચન, શિક્ષાપત્રીની સમુહમાં આરતી ઉતારેલ હતી.

(4:03 pm IST)