Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા યોજાયોઃ વિનામૂલ્યે ડેન્ટલ એક-અપ અને ડેન્ચર કેમ્પઃ ૩૦૦ઉપરાંત દર્દીઓએ લાભ લીધો

અમદાવાદતા.૨૩ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્માંશ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલદ્વારા સ્વામી માધવપ્રિયદાસજીનીપ્રેરણા સાથે વિનામૂલ્યે ડેન્ટલ એક-અપ અને ડેન્ચર કેમ્પનુંઆયોજન કરવામાં આવ્યું હતું.

આકેમ્પમાં ત્રણસોથી વધારે દર્દીઓએ પ્રાથમિક તપાસ તથા સારવાર મેળવી હતી.જેમાંથી જરૂરીયાતમંદ એકસો આઠ દર્દીઓને વિનામૂલ્યે ચોકઠા બનાવી આપવામાંઆવશે.

આ પ્રસંગે દીપપ્રાગટ્ય કરતા પૂજય સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે શ્નભગવાને બનાવેલ શરીરના એકેએક અંગ મહત્વના છે. ત્યારે દરેક અંગોની સરખી કાળજી રાખવી જોઇએ. તેમજ આવા આયોજનો વખતે જેટલું દાતાશ્રીઓનું યોગદાન સરાહનીય છે એટલી જ ડોકટર્સની સેવા પણ સહારનીય છે. કોઇ વ્યકિત સંપત્ત્િ। દાન સીધું દેખાય છે, પણ કોઇ ડોકટરની ફ્રી કે રાહતદરે સારવાર કરે એ જલ્દી નજરે ચડતું નથી. આ કેમ્પમાં સેવા આપનારા ડાઙ્ખકટરો પ્રસંશાને પાત્ર છે.

સાથે સાથે લોકોને દાંતના રોગો પ્રત્યે જાગૃતી આવે, ખોટા ઉપચારથી બચે અને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે પ્રેઝન્ટેશન તેમજપ્રદર્શનનું આયોજન કરવામાંઆવ્યું હતું. અમદાવાદની જાણીતી સંસ્થા ઇન્ડીયન પ્રોન્થોડોન્ટીક સોસાયટીનાસહયોગથી યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં જાણીતા ડેન્ટીસ્ટ અને મેડીકલનાવિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડો. જે.આર. પટેલ, ડો. સોમીલ મહેતા, ડો. મનીષ કાત્યાયન, ડો.કલ્પેશ વૌષ્ણવ, ડો. ચિરાગ ચોહાન, ડો. વિપુલબારસિયા, ડો. શ્વેતા કુમારસ્વામી, ડો. દર્શના શાહ, ડો. શ્રુતિ મહેતા, ડો. જીગ્ના શાહ, ડો. ઇના પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આડેન્ટલ કેમ્પના મુખ્ય સ્પોન્સર્સ તરીકે અ.નિ. શ્રી ચંદુભાઈ ઓધવજીભાઈસોનીની પવિત્ર સ્મૃતિમાં હસ્તે સુપુત્ર પ્રશાંત, પુત્રવધુ સ્વાતી બેન, પૌત્ર ઋષિલ, પૌત્રી પ્રિયલ વગેરે પરિવારજનોએ લાભ લીધો હતો.

(12:36 pm IST)