Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન બને ત્યાં સુધી હાર નહીં પહેરૂં: ધાનાણી

'ગુજરાતમાં ડર, ભ્રમ અને ભ્રષ્ટાચારનો માહોલ છે, હું માળા સ્વીકાર કરીને લોકોના આત્મસન્માન અને પ્રતિબધ્ધતાને ઠેસ પહોંચાડવા નથી માગતોઃ ભાજપને સત્તામાંથી ઉતારીને કોંગ્રેસ સત્તામાં આવશે, ત્યારે હું માળા પહેરવાનું પસંદ કરીશ'

અમદાવાદ તા. ૨૩ : ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોમવારે વિપક્ષના નેતા તરીકે કાર્યભાળ સંભળનારા પરેશ ધાનાણી એક કસમ ખાધી છે. ધાનાણી વિરોધ પક્ષના નેતા બન્યા તો તેમને શુભકામના પાઠવવા માટે ગાંધીનગરમાં તેમના સમર્થકો અને નેતાઓનો જમાવડો થઈ ગયો. મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાર-માળા લઈને પહોંચ્યા પણ ધાનાણીએ તેમને નિરાશ કર્યા.

અમરેલી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ધાનાણીએ હાર-માળાનો સ્વીકાર ન કર્યો. આમ કરવા પાછળનું ધાનાણીએ કારણ જણાવ્યું અને કહ્યું કે, જયાં સુધી ગુજરાતમાં કોંગ્રેસ સત્ત્।ામાં નહીં આવે ત્યાં સુધી તેઓ હાર પહેરવા યોગ્ય નથી.

જણાવી દઈએ કે ધાનાણના સમર્થકો વિધાનસભા પરિસરમાં વિપક્ષના નેતાના કાર્યાલય પર એકઠા થઈ ગયા હતા. ધાનાણીએ પોતાના હાથમાં લઈને હાર અને માળાઓનો સ્વીકાર કર્યો, પણ તે જ વ્યકિતને હાર પહેરાવી દીધા જે વ્યકિત તેમને આપવા માટે લાવી હતી. તેમણે ફૂલોથી બનેલી તમામ માળાઓ પાછી આપી દીધી અને માત્ર સુતરની એક માળા પહેરી લીધી. ધાનાણી ગુજરાતના ૨૪મા વિપક્ષના નેતા છે.તેમને સવાલ કરવામાં આવ્યો કે તેઓ હારનો શા માટે સ્વીકાર નથી કરી રહ્યા તો તેમણે જણાવ્યું કે, 'ગુજરાતમાં ડર, ભ્રમ અને ભ્રષ્ટાચારનો માહોલ છે. હું માળા સ્વીકાર કરીને લોકોના આત્મસન્માન અને પ્રતિબદ્ઘતાને ઠેસ પહોંચાડવા નથી માગતો. ભાજપને સત્ત્।ામાંથી ઉતારીને કોંગ્રેસ સત્ત્।ામાં આવશે, ત્યારે હું માળા પહેરવાનું પસંદ કરીશ.'કાર્યભાર સંભાળતા પહેલા ધાનાણીએ પૂજા કરી અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રી, ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ઘાર્થ પટેલ હાજર રહ્યા. ધનાણીએ મીડિયા સાથે વાત કરીને કહ્યું, 'અમે લેજિસ્લેટિવ સિસ્ટમ પર ચર્ચા કરી. અમારા વરિષ્ઠ નેતાઓએ વિધાનસભામાં સવાલ કરવાની રીતો પર માર્ગદર્શન આપ્યું. અમારા ૪૧ ધારાસભ્યો પહેલી વખત ચૂંટાયા છે, તેમના માટે અમે લેજિસ્લેટિવ સિસ્ટમ વિશે પ્રશિક્ષણ આપીશું.(૨૧.૧૧)

(11:35 am IST)