Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ધારાસભ્યોના શપથઃ પગાર ભથ્થા ચાલુ

સૌ પ્રથમ પ્રોટેમ સ્પીકર તરીકે નિમાબેનના શપથઃ ત્યારબાદ મુખ્યમંત્રી, મંત્રીઓ, સભ્યોના શપથ

ગાંધીનગર તા. ૨૩ : ગુજરાતના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ગૃહના સભ્ય તરીકે આજે શપથ લીધા છે. આજથી તેઓ પગાર, ભથ્થા મેળવવા હક્કદાર બન્યા છે.

સામાન્ય રીતે વિધાનસભા ભવનમાં શપથવિધિ થતી હોય છે પરંતુ અત્યારે ભવનના નવીનીકરણનું કામ ચાલુ હોવાથી પ્રથમ વખત સચિવાલયમાં ધારાસભ્યોની શપથવિધિ યોજાયેલ છે.

સ્વર્ણિમ સંકુલ-૧ના સાબરમતી હોલમાં સૌ પ્રથમ રાજ્યપાલે પ્રોટેમ સ્પીકર તરીકે કચ્છના ડો. નિમાબેન આચાર્યને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને બાકીના ધારાસભ્યોએ શપથ લીધા હતા. તા. ૧૯ ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થઇ રહ્યું છે તે વખતે ગૃહના અધ્યક્ષની ચૂંટણી થશે. બીજા દિવસે ગૃહમાં બજેટ રજુ થશે.(૨૧.૧૨)

(1:17 pm IST)