Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગુજરાત મહેસુલ કામગીરી બિન ખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન થતા નાયબ મામલતદાર મદદનીશ પૂર્વ ચકાસણી અધિકારીઓને જોબ ચાર્ટ તૈયાર કરાયો

અરજદારો ની બિનખેતી ની ઓનલાઇન અરજીઓ સ્વીકારી પરત કરવા સહિતની કામગીરી સહિત અનેક લોકોના જોબ ચાર્ટમાં સમાવેશ કર્યો

મહેસૂલી કામગીરીમાં બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ઓનલાઈન કરવા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવેલ પારદર્શી પગલાઓનાં અસરકારક અમલ માટે મહેસૂલ વિભાગના તા:૦૯-૧૦-૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક : મકમ/ ૧૦૨૦૧૯/ ૧૫૦૩/ ન થી 6૮ પૂર્વ ચકાસણી અધિકારીની જગ્યાઓ ઉભી કરવામાં આવેલ હતી. મહેસૂલ વિભાગના તા:૧૩-૦૨-૨૦૨૦ ના પરિપત્ર કમાંક : બખપ / ૧૦૨૦૨૦/ પી.એસ.ઓ/ ક થી પૂર્વચકાસણી અધિકારીશ્રીઓની કામગીરીનો વિગતવાર જોબચાર્ટ, તેઓની કામગીરીની રૂપરેખાને સમાવિષ્ટ કરતી સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. ઓનલાઇન અરજીઓના નિકાલ અને ઝડપ હેતુ મહેસૂલ વિભાગના તા: ૨૮-૧૦-૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક : મકમ/ ૧૦૨૦૨૦/ ૦૯/ ન થી નાયબ મામલતદાર વર્ગ-3 ની ૧૫ જગ્યાઓ પ્રીસ્કુટીની યુનીટ ખાતે મંજુર કરવામાં આવેલ છે. 1004 અંતર્ગતના નાયબ મામલતદાર/ મદદનીશ પૂર્વ ચકાસણી અધિકારીઓના જોબ ચાર્ટ તૈયાર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તેના અનુસંધાને , નાયબ મામલતદાર /મદદનીશ પૂર્વ ચકાસણી અધિકારીઓના જોબચાર્ટને સમાવિષ્ટ કરતી નિમ્નલિખિત સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે:

૧, મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રીએ તેમને મળતી,તેમના લોગિનમાં એસાઇન થતી , અરજદાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજામાં દર્શાવેલ વિગતોની ચકાસણી કરી અરજી સ્વિકાર / અસ્વિકાર/ અરજદારને પૂર્તતા માટે પરત અંગેનો પોતાનો પ્રાથમિક અભિપ્રાય એક દિવસમાં આપવાનો રહેશે. અરજી સ્વિકાર / અસ્વિકાર/ અરજદારને પૂર્તતા માટે પરત બાબતે આખરી નિર્ણય પૂર્વ ચકાસણી અધિકારીશ્રી દ્વારા જ કરવાનો રહેશે. મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રીએ ઓનલાઈન બિનખેતી પરવાનગી મેળવવાની અરજી પરત્વે સરકારની વખતોવખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.  નાયબ મામલતદાર/મદદનીશ પૂર્વ ચકાસણી અધિકારી એક દિવસમાં પોતાનો અભિપ્રાય નહિં આપે તો એક દિવસની સમયમર્યાદા બાદ આ અરજી આપોઆપ જમ્પ થઇને પૂર્વ ચકાસણી અધિકારીશ્રીના લોગિનમાં જતી રહેશે.  મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રી અરજદારે કરેલ સોગંધનામું યોગ્ય રીતે કરેલ છે કે કેમ ? તેની ચકાસણી કરી ઘટતી વિગતની પૂર્તતા કરવા અરજદારને જણાવવા માટે તેઓનો અભિપ્રાય આપશે તથા સ્વિકાર/અસ્વિકારનો પ્રાથમિક નિર્ણય કરશે. આ રીતે સ્વીકાર કરેલ અરજી પરત્વે નિમ્નલિખિત અનુક્રમ. ૨ થી ૯ મુજબની કામગીરી મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રી દ્વારા બે (૦૨) દિવસમાં પૂર્ણ કરવાની રહેશે, અન્યથા આ અરજી આપોઆપ જમ્પ થઇને સંબંધિત પૂર્વ ચકાસણી અધિકારીશ્રીના લોગિનમાં જતી રહેશે.

૨. મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રી અરજીની વિગતો તથા ગામ નમૂના નં. ૭/ ૧ર માં દર્શાવેલ કબજેદારોની વિગતોની ચકાસણી કરશે.

૩. હાલના ઓનલાઈન ઉપલબ્ધ ગામ નમૂના નં. ૭/ ૧૨ નું ક્ષેત્રફળ તથા અરજીની વિગતે દર્શાવેલ ક્ષેત્રફળની ચકાસણી મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રીએ કરવાની રહેશે.

૪. અરજદારે સોગંધનામામાં દર્શાવેલ ચતુદિંશાની ચકાસણી મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રી કરશે.

પ. 108& સોફ્ટવેરમાં અરજીની વિગતો, સોગંધનામું તથા જે તે તારીખની સ્થિતિએ iors સોફ્ટવેરમાં ઓનલાઈન અપલોડ થયેલ (ઓનલાઈન ઉપલબ્ધ) રેકર્ડ પરથી ચેકલિસ્ટની વિગતોની પ્રાથમિક ચકાસણી કરવાની રહેશે તથા ચેકલીસ્ટની વિગતો ભરવાની રહેશે.

૬. 1૨૮105 માં ચેકલિસ્ટની વિગતે કોઇ કેસ પડતર છે કે કેમ? તેની ચકાસણી મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રીએ કરવાની રહેશે.

૭. ઓનલાઇન ઉપલબ્ધ તમામ રેકર્ડ આધારીત ખાતરી કર્યા બાદ ઉપલબ્ય રેકર્ડ આધારે કોઇ વિગત ખૂટતી હોય તો તે અંગે પોતાના રીમાર્ક્સ આપશે.

૮. મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રી પોતાના રીમાર્કસમાં વિચારણા હેઠળની અરજી પરત્વે જિલ્લા કક્ષાએ કઇ કઇ બાબતની ખાસ ચકાસણી કરવાની રહેશે તે જણાવશે.

૯. મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રીએ તેઓના રીમાર્કસમાં જણાવેલ બાબતો પરત્વે સંબંધિત પૂર્વ ચકાસણી અધિકારીશ્રી નિયમાનુસાર/ કાયદાકીય બાબતે ખરાઇ ફરશે અને ત્યારબાદ ઉચિત જણાયે તેમાં સુધારો કરીને જિલ્લા કક્ષાએથી ચકાસણી કરી લેવાની રહેશે ત્યાર બાદ આખરી નિર્ણય લેવાનો રહેશે. ૧૦. મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રી દ્વારા તેઓને એસાઇન થયેલ અરજીઓ પરત્વેની અનુક્રમ ૧ થી ૯ માં નિર્દિષ્ટ આ તમામ કામગીરી કૂલ 0૩ (ત્રણ) કામકાજના દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. કામકાજના ૦૩ (ત્રણ) દિવસ બાદ આ અરજી સંબંધિત પૂર્વ ચકાસણી અધિકારીશ્રીના લોગિનમાં આપોઆપ જતી રહેશે, અને તેઓ દ્વારા તે પરત્વે નિયમાનુસારની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં કરવાની રહેશે.

૧૧. કોઇ અગત્યની બાબતે મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રી દ્રારા ધ્યાન દોરાયેલ નહિ હોય કે અભિપ્રાય આપેલ નહિ હોય તો મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રીની પણ જવાબદારી નક્કી કરી શકાશે.

૧૨. આકસ્મિક સંજોગોમાં મદદનીશ પૂર્વચકાસણી અધિકારીશ્રીના લોગીનમાં પડેલ અરજીઓ પૈકીની કોઇપણ અરજીને પૂર્વચકાસણી અધિકારીશ્રી પોતાના લોગીનમાં ખેંચી (પુલ) કરી તે પરત્વે યોગ્ય કાર્યવાહી કરી શકશે.

(9:33 pm IST)