Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અભિયાન 2021 હેઠળ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ત્રી દિવસીય અભ્યાસ વર્ગનો પીરાણા ખાતે પ્રારંભ

આપણે કાર્યકર્તાઓએ જન જનના માનસમાં આપણા કાર્યો -સરકાર નીતિઓ દ્વારા સંપાદિત કરેલા વિશ્વાસ ને વધુ મજબૂત બનાવીએ : રત્નાકરજી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અભિયાન 2021 હેઠળ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ત્રી દિવસીય રહેવાસી અભ્યાસ વર્ગનો પીરાણા ખાતે પ્રારંભ થયો છે. પ્રશિક્ષણ વર્ગના પ્રારંભે પ્રદેશ સંગઠન મહામંત્રી અને સત્રના પ્રથમ વકતા રત્નાકરજી એ 170 જેટલા જિલ્લાના કાર્યકરતાઓને કાર્યકર્તા ઘડતર થી લઈ ને નેતૃત્વ ,પક્ષ ,રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણ વિશે ઊંડી સમજ આપી સાથે સાથે જનસંઘ થી લઇ ભારતીય જનતા પાર્ટી ની રાષ્ટ્ર ઘડતર માટે ની વિચારધારા અને અત્યાર સુધી અનેક નામી અનામી કાર્યકર્તા ઓ ની મેહનત અને બલિદાન અંગે પણ માહિતગાર કર્યા હતા. રત્નાકરજી એ વધુમાં જણાવ્યું હતું કે આપણે કાર્યકર્તાઓએ જન જન ના માનસ માં આપણા કાર્યો -સરકાર નીતિઓ દ્વારા સંપાદિત કરેલા વિશ્વાસ ને વધુ મજબૂત બનાવીએ.  આપણા સંગઠન ના વધેલા વ્યાપ ને પેજ સમિતિ સુધી જ્યારે લઈ ગયા છીએ ત્યારે દરેક કાર્યકર્તા એ લોકો સાથે જીવંત સંપર્ક બનાવી લોકોના મન માં પાર્ટી અને કાર્યકર્તા માટેનો વિશ્વાસ ને અડગ અને સન્માનીય બનાવીએ.

  સત્રના અધ્યક્ષ પદે થી બોલતા પૂજ્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી બાપુ એ ભારત વર્ષ ના નિર્માણ માં રાષ્ટ્રવાદી શક્તિઓ અને રાષ્ટ્રહિત માં પક્ષ અને કાર્યકર્તા -નેતૃત્વ ઘડતર થાય તેવા આશીર્વાદ આપ્યા હતા
  સત્રમાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદ ગિરિ ગોસાઈ ,જિલ્લાના પ્રભારી વર્ષાબેન દોશી , પૃથ્વીરાજભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સત્રનું સંચાલન મહામંત્રી નવદીપભાઈ ડોડિયાએ કર્યું હતું.

(8:13 pm IST)