Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજ્ય અનામત પોલીસ ગૃપ - ૨૦ વિરમગામમાં વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજાયું

હથિયાર પ્રદર્શન વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજ્ય અનામત પોલીસ ગૃપ - ૨૦ વિરમગામમાં વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. હથિયાર પ્રદર્શન વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યુ હતુ. આજના સમયમાં સમાજ અને પોલીસ દળ વચ્ચે સારો સમન્વય થાય તેમજ સમાજ સુરક્ષામાં સુસજ્જ પોલીસદળનાં વિવિધ હથિયારો વિશે શાળાના વિદ્યાર્થીઓએ ઝિંણવટ પુર્વક માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓએ સમાજ પ્રત્યેની પોતાની ફરજ માટે સુસજ્જ બનવાનો પ્રયત્ન કરેલ છે તેમ વિરમગામની ઇન્ડિયન પબ્લિક સ્કુલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ હતુ. 

(8:09 pm IST)