Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ચિલોડા પોલીસે સાણોદા-ધણપ રોડ નજીકથી રિક્ષામાં દારૂનો જથ્થો ઝડપી એક શખ્સની ધરપકડ કરી

ગાંધીનગર:ચિલોડા પોલીસે સાણોદા-ધણપ રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપી લીધી હતી. જેમાં સવાર દહેગામ વડવાસાના શખ્સને ઝડપી લેવાયો હતો અને વિદેશી દારૂની કુલ ૬૦ બોટલ મળી ૭૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.  

ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સાણોદાથી ધણપ તરફ એક રીક્ષા વિદેશી દારૂ ભરીને આવી રહી છે જે બાતમીના પગલે પોલીસ ટીમે ધણપ નજીક વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રીક્ષા નંબર જીજે-૧૮-એવાય-૧૪૬૬ આવતાં તેને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતાં પ્લાસ્ટિકની બેગમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૬૦ બોટલ મળી આવી હતી. પોલીસે રીક્ષાચાલક દહેગામના વડવાસાના ટીંબાફળીમાં રહેતા કિરણભાઈ ધીરૂજી રાઠોડને ઝડપી પાડયો હતો. દારૂ અને રીક્ષા મળી ૭૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે આ દારૂનો જથ્થો ધણપ ગામે રહેતા મહેન્દ્રસિંહ રાણાને આપવાનો હોવાનું બહાર આવતાં પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે

(5:42 pm IST)