Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદના મેમનગરમાં એક્ટિવા પર જઈ રહેલ માતા-પુત્રીના હાથ માંથી પર્સ સેરવી બાઈક પર આવેલ શખ્સ છૂમંતર......

અમદાવાદ: મેમનગરમાં રહેતી યુવતી તેની માતા સાથે હોટેલમાં જમીને એક્ટીવા પર ઘરે જઈ રહી હતી. દરમિયાન વસ્ત્રાપુર ટીવી ટાવર ચાર રસ્તા પાસે બાઈક પર આવેલા શખ્સોએ યુવતીની માતા પાસેનું પર્સ ખેંચી લેતા યુવતીએ બેલેન્સ ગુમાવ્યું હતું. જેમાં માતા પુત્રી એક્ટીવા પરથી નીચે પટકાતા ઘાયલ થયા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ એકતરફ સઘન પેટ્રોલિંગના દાવા કરી રહી છે. બીજીતરફ શહેરમાં છેડતી અને લુંટના બનાવો વધી રહ્યા છે. મેમનગર ગુરૃકુળ ખાતે સારથી વિભાગ-૧માં રહેતા દિવીકાબહેન ડીં.હીંગર(૨૭) તેમની માતા મધુબહેન(૬૩) સાથે ૨૦ ઓક્ટોબરના રોજ ઈસ્કોન બ્રિજ પાસેની એક હોટેલમાં જમવા ગયા હતા. જમીને બન્ને એક્ટીવા પર ઘરે પરત આવી રહ્યા હતા. પાછલી સીટ પર બેઠેલા મધુબહેન પાસેના પર્સમાં મોબાઈલ, રોકડ રકમ, આધારકાર્ડ, પાકાર્ડ તથા ક્રેડિટ કાર્ડ હતાય જ્યારે દેવીકાનું પર્સ પણ તેમની પાસે હું જેમાં મોબાઈલ તથા કેટલાક દસ્તાવેજો હતા.

(5:35 pm IST)