Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદમાં આઇઆઇપીઆરઇ કંપનીના માલિક ડો. હેત દેસાઇની કંપનીના પૂર્વ સીઇઓ ડો. સુનિલ પટેલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ: આનંદનગરમાં સીમા હોલ પાસે ટીટેનિયમ સીટી સેન્ટર મોલમાં આવેલી IIPRE (International Institute Of Pelvic Flooor Research, Rehab & Education) કંપનીના માલિક ડૉ. હેત ઉર્ફે હેરત વિધૂતકુમાર દેસાઈ (ઉં,41) શ્રીલીલા સોસાયટી દક્ષીણી રોડ મણિનગર ખાતે રહે છે. તેઓએ કંપનીની પૂર્વ CEO ડૉ. સુનિતા જયકુમાર પટેલ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં બુધવારે નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ ડૉ. હેત IIPRE નામની ભાગીદારી પેઢી ધરાવી સ્ત્રી સ્વાસ્થ્ય, “પેલ્વીક ફ્લો એટલે નિતંબ અને પેઢુંના માનવ શરીરમાં આવેલા ગુપ્ત અંગો વગેરેની પુનઃસ્થાપના, અભ્યાસ, શિક્ષણ, ટ્રેનિંગ, સંશોધન, ઇનોવેશન સારવાર વગેરે અંગે તેમજ વિશિષ્ટ કસરતો વગેરે ડેવલોપમેન્ટ કરવાની પ્રવૃત્તિ કરે છે. ડૉ. હેતની બીજી ભાગીદારી પેઢી WOW paradise કંપની આવેલી છે.

ડૉ. હેતએ કરેલી ફરિયાદમાં આક્ષેપ મુજબ, IIPRE ભાગીદારી પેઢીનાં CEO તરીકે ડૉ. હેતએ ડૉ. સુનિતા જયકુમાર પટેલની નિમણુંક કરી હતી. આ અંગે કેટલાંક એગ્રીમેન્ટ થયા હતાં. જેની શરતોનો ડૉ. સુનિતા પટેલએ ભંગ કર્યો હતો.

ડૉ. હેતએ હેત મેન્યુઅલ ઓફ પેલ્વીકફલોર રિહેબીલીટેશ નામનું પુસ્તક તૈયાર કરેલું હતું. આ પુસ્તક એમેઝોનમાં બેસ્ટ સેલર નંબર 1 યુરોલોજી ફિલ્ડમાં નામના પામ્યું હતું. સુનિતા બહેનએ આ પુસ્તકનો ઉપયોગ પોતાના ધંધા માટે કરી કમાણી કરી હતી. ડૉ. હેતની પેઢીનાં નિષ્ણાંત તરીકે પોતાને રજૂ કરવાનું ચાલુ રાખી ડૉ. સુનિતા પટેલ લોકોને છેતરી રહ્યાં છે. તેઓએ ટ્રેડ સિક્રેટ, કોન્ફિડેન્સીયાલિટી અને બે લિગલ એગ્રીમેન્ટનો પણ ભંગ કર્યો હતો.

આમ, ડૉ. સુનિતાએ CEO તરીકે નોકરી છોડી બાદ પણ પોતે કંપનીનાં CEO છે તે રીતે પોતાને બતાવવાનું ચાલુ રાખ્યું હતું. પોતે ફર્ટિલિટી રિહેબ સ્પેશિયાલિસ્ટ તરીકે કોઈ તાલીમ ન લીધી હોવાં છતાં  WOW અને IIPREના નામનો ઉપયોગ કર્યો હતો. ડૉ. સુનિતાએ પોતે ફર્ટિલિટી રિહેબ સ્પેશિયાલિસ્ટ છે તેવું બતાવી અસંખ્ય ગ્રાહકો સાથે છેતરપિંડી કરી ડૉ. હેતને ઘણું મોટું આર્થિક નુકશાન કરી વિશ્વાસઘાત કર્યો હતો.

(5:33 pm IST)