Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પાટણમા મદદનીશ કલેક્ટરે મુખ્ય માર્ગો પર માસ્ક ડ્રાઈવ યોજી

શાકભાજી માર્કેટ, પોસ્ટ ઑફિસ વિસ્તાર, જુના ગંજ, બુકડી અને લીલીવાડી ચોકડી જેવા વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કર્યા

પાટણમા મદદનીશ કલેકટર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી હતી

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે પાટણ શહેરના શાકભાજી માર્કેટ, પોસ્ટ ઑફિસ વિસ્તાર, જુના ગંજ, બુકડી અને લીલીવાડી ચોકડી જેવા વિવિધ વિસ્તારોમાં તાલુકા આરોગ્ય અધિકારી તથા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને સાથે રાખી મદદનીશ કલેક્ટર દ્વારા યોજવામાં આવેલી આ માસ્ક ડ્રાઈવમાં નાગરીકોને માસ્કના ફરજીયાત ઉપયોગ અંગે જાગૃત કરવામાં આવ્યા.હતા

શાકભાજીના વેપારીઓ, દુકાનદારો તથા બસ સ્ટેશન પરના મુસાફરો સહિતના નાગરીકોને માસ્કના ફાયદા સમજાવી તેના ફરજીયાત ઉપયોગ અંગે સમજૂતી આપવામાં આવી. આ સાથે જે લોકોએ માસ્ક ન પહેર્યા હોય તેમને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

(10:09 am IST)