Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમદાવાદઃ વોકિંગ કરવા નીકળેલી યુવતીના પાછળના ભાગે ટપલી મારી છેડતી:ર ફૂડ ડિલિવરી બોય ઝડપાયો

બંધન પાર્ટી પ્લોટ નજીક બિલ્ડરની પુત્રીની છેડતી કરનાર સ્વિગી- ઝોમેટો કંપનીના ફૂડ ડિલિવરી બોયની ધરપકડ

 

અમદાવાદ: શહેરના સેટેલાઈટના જોધપુર ગામમાં બંધન પાર્ટી પ્લોટ નજીક બિલ્ડરની પુત્રીની છેડતી કરનાર સ્વિગી- ઝોમેટો કંપનીના ફૂડ ડિલિવરી બોયની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના  આધારે આરોપીને  ઝડપી લીધો છે.

  અંગેની વિગત મુજબ સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં બિલ્ડરની 22 વર્ષીય પુત્રી તેના ઘરેથી વોક કરવા માટે નીકળી હતી. તે ચાલતી ચાલતી જોધપુર ગામમાં આવેલા બંધન પાર્ટી પ્લોટ પાસે પહોંચી હતી. તે સમયે અચાનક પાછળથી આવેલા એક્ટિવા ચાલક યુવકે યુવતીને પાછળના ભાગે ટપલી મારી હતી. બાદમાં યુવક એક્ટિવા લઈ પુરઝડપે ફરાર થઈ ગયો હતો

યુવતીએ ઘરે જઈ પરિવારને વાત કરી હતી. મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ ટીમોએ સીસીટીવી ફુટેજથી તપાસ હાથ ધરી હતી. આનંદનગર પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ જોતા એક એક્ટિવા ચાલક જતા દેખાયો હતો અને તેના આધારે પોલીસ આરોપી આશિષ ઠાકોરની ધરપકડ કરી હતી.

આનંદ નગર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે.બલોચે જણાવ્યું હતું કે સેટેલાઇટમાં ગોકુલ આવાસમાં રહેતો યુવક આશિષ ઠાકોર મિત્રનું એક્ટિવા લઇ ત્યાંથી નીકળ્યો હતો અને યુવતીને જોતા તેની છેડતી કરી નાસી ગયો હતો.

સીસીટીવી ફુટેજમાં આરોપી એક્ટિવા પર જતાં દેખાતા તપાસ બાદ ઝડપી પૂછપરછ કરી હતી. આરોપી સ્વીગી અને ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું અને પરચુરણ કામ કરે છે. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે.

(12:24 am IST)
  • " આઈટમ " : મધ્ય પ્રદેશના મહિલા મિનિસ્ટર ઈમરતી દેવીને આઈટમ કહેવા બદલ કોંગી આગેવાન કમલનાથ ફસાયા : ચૂંટણી પંચે 48 કલાકમાં ખુલાસો આપવા નોટિસ ઠપકારી access_time 7:52 pm IST

  • ભાજપનો અમૂલ ઉપર ભરડો : કોંગ્રેસ કોર્ટમાં દોડી અમૂલ કંપની ઉપર બનાવટી બહુમતી સર્જવા ભાજપ પ્રયાસ કરી રહી હોવાના આરોપ સાથે કોંગ્રેસે અદાલતનો આસરો લીધો છે access_time 1:02 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:એક્ટિવ કેસ ઝડપી ઘટીને 7 લાખથી ઓછા :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 54,053 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 77,59,475 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,94,724 થયા : વધુ 74,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 69,46,117 રિકવર થયા : વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,335 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:02 am IST