Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સુરતના હીરાના વેપારી કનુભાઇના ઘરે વિશ્વના દુર્લભ ડાયમંડ ગણેશજીઃ અંદાજી કિંમત 600 કરોડ

ડાયમંડ ગણેશજીને જોવા અને દર્શન કરવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતા અમેરિકાના કમલા હેરિસ

સુરત: આજે સમગ્ર દેશમાં ગણેશજી ની મૂર્તિ બિરાજમાન કરવામાં આવશે. જો કે સુરતમાં એક ડાયમંડ ઉદ્યોગપતિએ પોતાના ઘરમાં વિશ્વના દુર્લભ ગણેશજી બિરાજમાન કર્યા છે. જેની કિંમત અદાજીત 600 કરોડ રૂપિયા છે. વિદેશમાં રફ ડાયમંડની ખરીદી દરમિયાન ગણેશ પ્રતિમાનો ડાયમંડ તેમને મળ્યો હતો.

ગણેશ ચતુર્થી નિમિતે આજે સમગ્ર દેશમાં ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં કોરોના વરચે પણ અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના કનુભાઈ આસોદરિયા એ પોતાના ઘરમાં વિશ્વ ના દુર્લલ્ભ ડાયમંડ ગણેશજી તેમના ઘરે બિરાજમાન કર્યા છે. તેઓ વિદેશમાં જ્યારે રફ ડાયમંડ ની ખરીદી કરવા ગયા હતા ત્યારે આ દુર્લલ્ભ ડાયમંડ તેમને મળ્યો હતો.  

ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અમેરિકાના કમલા હેરિસ પણ ઈચ્છા જાહેર કરી છે. તેઓ પણ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે. 

કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના કરી છે. આ રફ ડાયમંડની સ્થાપના દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની કિંમત 600 કરોડથી પણ વધુ ગણાવવામાં આવે છે. પરંતુ કનુભાઈ અસોદીયા ક્યારે પણ આ ગમે જેની કિંમત બતાવતા નથી કારણ કે તેઓની માટે આ બહુમૂલ્ય છે.

ગજાનનનું આ સ્વરૂપ સૂરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે .જેનુ વજન "182.3 કેરેટ" છે અને "36.5 ગ્રામની" છે.તમને જણાવી દઇએ કે કોહિનૂર "105 કેરેટ" નો હીરો છે જ્યારે ગણપતિની પ્રતિમા "182 કેરેટ 53 સેન્ટની" છે. જે કોહિનૂર હીરા કરતાં પણ મોટું છે પોતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ આ હીરાને વિશ્વના સૌથી યુનિક નો દરજ્જો આપ્યો છે..

(5:15 pm IST)