Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

વડોદરાની એસએસજી હોસ્‍પિટલની મોટી બેદરકારીઃ મૃતદેહની અદલા-બદલીઃ એકની તો અંતિમવિધી પણ થઇ ગઇ

વડોદરા તા. રર :.. વડોદરાની એસ. એસ. જી. હોસ્‍પિટલના પોસ્‍ટમોર્ટમ રૂમના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે, અહીં અંતિમ વિધી માટે મૃતદેહ લેવા પરિવારજનો પહોંચ્‍યા તો પોસ્‍ટમોર્ટમ રૂમમાંથી મૃતદેહ ગાયબ હતો. સમગ્ર મામલે જયારે પરિજનોએ તપાસ શરૂ કરી તો જાણવા મળ્‍યું કે, એસ. એસ. જી. હોસ્‍પિટલના પીએમ રૂમના સ્‍ટાફે મૃતદેહ અન્‍ય પરિવારને સોંપી દીધો હતો, જયારે અન્‍ય પરિવારે અંતિમ વિધી પણ કરી નાંખી હોવાની વિગતો સામે આવતા પરિજનો રોષે ભરાયા હતાં.

(5:09 pm IST)