Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકશાનના વળતરમાં જાહેર થયેલ તાલુકામાં વિરમગામ અને માંડલ તાલુકાનો સમાવેશ કરવા ભાજપના હોદ્દેદારો દ્વારા રજુઆત કરાઈ

કૃષિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને વિરમગામ અને માંડલ તાલુકાનો અતિવૃષ્ટિ સહાય પેકેજમાં સમાવેશ કરવા માગણી કરાઇ

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા વિરમગામ :અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકશાનના વળતરમાં જાહેર થયેલ તાલુકામાં વિરમગામ અને માંડલ તાલુકાનો સમાવેશ કરવા ભાજપના હોદ્દેદારો દ્વારા રજુઆત કરાઈ છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી, અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી, પુર્વ ધારાસભ્ય, વિરમગામ તાલુકા પંચાયત પ્રમુખ, વિરમગામ એપીએમસી ચેરમેન સહીતના ભાજપના નેતાઓ દ્વારા પત્ર લખીને વિરમગામ અને માંડલ તાલુકાનો આતિપૃષ્ટિ સહાય પેકેજમાં સમાવેશ કરવા માગણી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈને ભાજપના નેતાઓ દ્વારા વિરમગામ માંડલના ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

(8:17 pm IST)