Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સસ્તા સોનાની લાલચે લૂંટ કરતી ટોળકીના સાત જબ્બે

રસ્તામાં સોનું આપવાની લાલચ આપી ફસાવતા હતા : સોનું લેવા માટે આવેલા ગ્રાહકને બનાવટી પોલીસ બનીને ધમકાવીને તેની પાસે રહેલા રૂપિયા પડાવી લેવાતા હતા

અમદાવાદ,તા.૨૨ : અમારી પાસે કસ્ટમનું સોનું છે, જે સસ્તા ભાવે મળશે.' તેમ કહીને રૂપિયા લઈ સોનું લેવા માટે આવેલા ગ્રાહકને બનાવટી પોલીસ બની ધમકાવીને તેની પાસે રહેલા રૂપિયા પડાવી લેતી ગેંગના સાત આરોપીઓની રામોલ પોલીસે ધરપકડ કરી છે. રામોલ પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સસ્તું સોનું આપવાની લાલચ આપીને સોનાની લેતીદેતી વખતે નકલી પોલીસ બની રેડ કરી માણસોને લૂંટી ધાડપાડતી ગેંગના કેટલાક માણસો એક્સયૂવી કારમાં ન્યૂ મણિનગરથી રીંગ રોડ તરફ જઈ રહ્યા છે. પોલીસે બાતમીના આધારે વૉચ ગોઢવી કાર ચાલક આવતા તેને અટકાવ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી. કારમાં એક મહિલા સહિત સાત લોકો સવાર હતા. ડ્રાઇવર સીટ પર બેઠેલા ઈસમે પોતે અમરાઈવાડીમાં પીએસઆઈ હોવાની ઓળખ આપતા પોલીસે તેનું આઈકાર્ડ માંગ્યું હતું. જે બાદમં આરોપીએ આઇ કાર્ડ પણ બતાવ્યું હતું.

જેમાં પીએસઆઈના કાર્ડમાં બક્કલ નંબર લખેલો હોવાથી આઇકાર્ડ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે તમામ આરોપીઓની ઉલટ પૂછપરછ કરી હતી. જેમાં આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો. પકડાયેલા આરોપીઓમાંથી કિરીટ અમીન અને ભાવના અમીન પતિ-પત્ની હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે જાવેદ હુસૈન, જગમોહન શાસ્ત્રી, અને વસીમ અલી સૈયદ ત્રણેય આરોપીઓ સસ્તું સોનું આપવાની લાલચ આપીને ગ્રાહકને પૈસા લઈને બોલાવતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ પૈસા લઈ આવે ત્યારે કિરીટ, તેની પત્ની, પંકજસિંહ રાઠોડ અને અન્ય કેટલાક લોકો બનાવ સ્થળ પર રેડ કરી સોનું ખરીદવા આવેલા વ્યક્તિને પોલીસની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લૂંટી લેતા હતા. આરોપીઓ પાસેથી પોલીસે બનાવટી આઇકાર્ડ, બે એરગન, ૧૨ નંગ મોબાઈલ ફોન, પોલીસ યુનિફોર્મમાં દંપતીના પાસપોર્ટ સાઇઝના ફોટો અને કેટલીક બનાવટી ચલણી નોટો સહિત કુલ લાખ ૯૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ રૂ કરી છે. તપાસ દરમિયાન અનેક ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

(7:48 pm IST)