Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

નાંદોદના ખામર ગામના ઢાળ પાસે ટ્રકે કન્ટેનરને પાછળથી ટક્કર મારતા નુકશાન સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નહીં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો વધતો જોવા મળી રહ્યો છે જેમાં બેફામ જતા હાઈવા ટ્રકના ચાલકો દ્વારા વધુ અકસ્માત થતા જોવા મળે છે ત્યારે ખામર ગામના ઢાળ પાસે એક અકસ્માતમાં મહારાષ્ટ્ર પાસિંગની એક ટ્રકે કન્ટેનરને પાછળથી અથાડી નુકસાન કર્યું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક નંબર MH - 18 - BA - 3786 નો ચાલક શ્યામ અરૂણ કોલી  (રહે.આમ્બાપીંપરી તા.પારોલા જી.જલગાવ ( મહારાષ્ટ્ર ) એ પોતાની પાસેની ટ્રક પુરઝડપે અને બેફીકરાઇથી હંકારી લાવી કન્ટેનર ગાડી નંબર GJ - 06 - AZ - 1614 ની સાથે પાછળના ભાગે એક્સીડન્ટ નુકશાન કર્યું હતું.સદનસીબે કોઈને ઇજા કે જાનહાની થઈ ન હતી. જોકે કન્ટેનરના ચાલક વિઠ્ઠલભાઇ દારકોજી કુમ્બડે (રહે . કુંભારવાડી ( મહારાષ્ટ્ર ) એ આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:18 pm IST)