Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

*શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર ઘોડાસરના પરિસરમાં "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉપક્રમે ક્રીડા - ભારતી, કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રાંત - भारत प्रदक्षिणा से राष्ट्रवंदना - यात्रा प्रारंभ - પૂજનીય સંતો સહ મહાનુભાવોની ઉપસ્થિતિ...*

ભારત રાષ્ટ્રની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ - આઝાદી કા અમૃત મહોત્સવ ઉપક્રમે ક્રીડા ભારતી, કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રાંત - भारत प्रदक्षिणा से राष्ट्रवंदना - यात्रा प्रारंभ કાર્યક્રમ - મા ભારતની અભિનવ અર્ચના, ક્રીડા ભારતીની સાથે રાષ્ટ્રની પ્રદક્ષિણા યાત્રા પ્રસ્થાન કાર્યક્રમ વિશ્વ શાંતિ કેન્દ્ર - શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર, અમદાવાદ ખાતે યોજાયો હતો.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની આજ્ઞાથી મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી સંતભૂષણદાસજી સ્વામી તથા હસમુખભાઈ પટેલ, સાંસદ - અમદાવાદ પૂર્વ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડો. અર્જુનસિંહ રાણા, વિવેકભાઈ પટેલ અધ્યક્ષ ક્રીડા ભારતી, ગુજરાત, રાણા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી આગરા-ઉ.પ્ર., આનંદભાઈ પટેલ - અધ્યક્ષ, રશ્મિકાંત જોશી - મંત્રી વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા.

સમગ્ર ભારતમાં ભારત રાષ્ટ્રની પ્રદક્ષિણા એક સાથે અને એક જ સમયે રાષ્ટ્ર ગાન, ભારત માતાનું પૂજન સવારે ૮:૫૬ મિનિટે તે તે રાજ્યના ૨૨૦ સ્થળોથી બાઈક રેલી યાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

(5:07 pm IST)